‘ટ્યુબલાઇટ’માં એક સાથે જોવા મળશે સલમાન અને શાહરૂખ

મુંબઇઃ હિંદી સિનેમાના સુપર સ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાન નિર્દેશક કબીર ખાનની ફિલ્મ ટ્યૂબલાઇટમાં એક સાથે જોવા મળશે. છેલ્લાં કેટલાય સમયથી આ ફિલ્મમાં શાહરૂખ મહેમાન કલાકાર તરીકે જોવા મળશે તેવી અટકણો ચાલી રહી હતી. ત્યારે સત્તાવાર રીતે જાહેરાત થઇ ગઇ છે કે શાહરૂખ ખાન આ ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે જોવા મળશે.

આ ફિલ્મમાં ભારતના બે સુપર સ્ટાર એક સાથે જોવા મળશે. રાકેશ રોશનની ફિલ્મ કરણ અર્જૂનમાં પહેલી વખત સલમાન અને શાહરૂખ સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મને હાલમાં જ 21 વર્ષ પૂર્ણ થયા છે. આ સિવય કુછ કુછ હોતા હે અને હમ તુમ્હારે હે સનમ ફિલ્મમાં બંને સાથે કામ કર્યું હતું. આ ઉપરાંત  હર દિલ જો પ્યાર કરેગા ફિલ્મમાં પણ શાહરૂખે એક નાનો રોલ કર્યો હતો. ટ્યૂબલાઇટનું સૌથી વધારે શૂટિંગ લેહ લદાક અને મનાલીમાં થયું છે. આ ફિલ્મમાં દિવંગત અભિનેતા ઓમ પુરી છે. જે તેમની અંતિમ ફિલ્મ છે.  આ ફિલ્મ ઇદ પર રિલીઝ થશે.

http://sambhaavnews.com/

You might also like