25 વર્ષમાં પહેલી વાર સાથે જોવા મળ્યા બે KHAN સુપરસ્ટાર, જુઓ તસ્વીર

મુંબઈ: સોશિયલ મીડિયા પર બે ખાન સુપરસ્ટારની તસ્વીર વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં શાહરૂખ ખાન અને આમિર ખાન દુબઈની એક પાર્ટીમાં બિઝનેસમેન અજય બીજલી સાથે જોવા મળ્યા હતા. ખાસ તો એ હતું કે આ ફોટો એટલો ખાસ નથી લાગતો. કેમ કે બંને ખાન વચ્ચે કોઈ કનેક્શન નથી જોવા મળી રહ્યું.

પરંતુ કેટલાક જ સમયમાં શાહરૂખ ખાને ટ્વીટર પર એક તસ્વીર શેર કર હતી, જે બોલીવુડ ફેન્સને સરપ્રાઇઝથી વધારે નહિ લાગે. અહીં તમે શાહરૂખ અને આમિરને એક સાથે સેલ્ફી લેતા જોઈ શકો છો.

શાહરુખે લખ્યું હતું કે એક બીજાને જાણતા અમને 25 વર્ષ લાગી ગયા. આ પહેલો ફોટો અમે સાથે લીધો છે. આ મજેદાર રાત છે.

એમાં કોઈ શક નથી કે આ તસ્વીર ખાન ફેન્સને ક્રેઝી કરવા માટે પૂરતુ છે. આમિરની દંગલ અને શાહરુખની રઇસ બંને ફિલ્મો દર્શકોને ગમી રહી છે. અને બંને ખાને બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા મેળવી છે.

જોકે, ઘણા લોકોને આ તસ્વીર જોઈને એમ થાય છે કે કાશ આ બંને સ્ટાર એક સાથે ફિલ્મમાં જોવા મળે.

You might also like