ઈન્ફોસિસના CEO બનવાની રેસમાં શ્રીનિવાસન અને વેમુરી અગ્રેસર

બેંગલુરુ: ઇન્ફોસિસના સીઇઓ બનવાની રેસમાં બે પૂર્વ એક્ઝિક્યુટિવ બી.જી. શ્રીનિવાસન અને અશોક વેમુરી સૌથી આગળ છે. દરમિયાન કંપનીના જાણકારો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ કંપનીના સીઇઓની પોસ્ટ માટે ઓરેકલ અને ગૂગલ સહિત કેટલીક કંપનીઓના એક્ઝિક્યુટિવનાં પણ ઇન્ટરવ્યૂ લીધાં છે.

એક ટોપ એક્ઝિક્યુટિવના જણાવ્યા પ્રમાણે ઇન્ફોસિસ કંપનીના બોર્ડ માટે નવા સીઇઓની નિમણૂક કરવી એ સરળ નથી. ઇન્ટરવ્યૂમાં આવેલા કેટલાક ઉમેદવારોએ કંપનીના કામકાજમાં સંસ્થાપકો દ્વારા દખલગીરી નહીં થાય તે અંગે ગેરંટી માગવામાં આવી છે. સીઇઓ પદ માટે અરજી કરનારાને પોતાના પર્ફોર્મન્સને પ્રદર્શિત કરવા અંગે પણ ચિંતા સતાવી રહી છે.

ઇન્ફોસિસ સાથે કેટલાંક વર્ષ સુધી બહારથી કન્સલ્ટન્ટની સેવા આપનારે જણાવ્યું કે ટોપ પોસ્ટ માટે બહારથી સારી ટેલેન્ટેડ વ્યક્તિ લાવવાની છેલ્લી તક વિશાલ સિક્કાની પાછળ કંપનીએ ગુમાવી દીધી છે. સીઇઓ પદના બે સંભવિત કેન્ડિડેટે પ્રમોટરોની દખલગીરીની આશંકા અને કંપનીની ખરાબ ઓપરેશનલ સ્થિતિના કારણે અરજી કરવા માટે જ ના પાડી દીધી, જેના કારણે ઇન્ફોસિસના સીઇઓની પોસ્ટ માટે પૂર્વ એક્ઝિક્યુટિવના નામ પર વિચારણા કરવા કંપનીએ મજબૂર થવું પડ્યું છે. નોંધનીય છે કે શ્રીનિવાસન હાલ હોંગકોંગમાં લિસ્ટેડ પીસીસીડબ્લ્યુ લિમિટેડ કંપનીમાં ગ્રૂપ મેનેજિંગ ડાયરેક્ટર છે, જ્યારે વેમુરી હાલ બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ કંપની કોન્ડુએન્ટના સીઇઓ છે.

You might also like