ફિલ્મ ‘મોમ’ નું મોશન પોસ્ટ રિલીઝ, શ્રીદેવીનો અલગ જ અંદાજ

શ્રીદેવીએ છેલ્લી વખત 2012માં ફિલ્મ ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં પણ એને એક મા ના પાત્રમાં જોવા મળી હતી જેની દુનિયા પોતાના પરિવાર સુધી સિમીત હોય છે. હવે જલ્દીથી શ્રીદેવી ફિલ્મ ‘મોમ’ ફિલ્મમાં જોવા મળશે જેનું મોશન પોસ્ટર આજે જ રિલીઝ થયું છે.

આ ફિલ્મમાં શ્રીદેવી એક મા નો રોલ નિભાવી રહી છે. આ ફિલ્મમાં શ્રીદેવી ઉપરાંત નવાઝુદીન સિદ્દીકી અને અક્ષય ખન્ના પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્માણ શ્રીદેવીના પતિ બોની કપૂર કરી રહ્યા છે અને એનું નિર્દેશન રવિ ઉદયવાર કરી રહ્યા છે. ફિલ્મમાં શ્રીદેવી અને નવાઝુદીનની એક્ટિંગ ઉપરાંત એઆર રહેમાનનું મ્યુઝિક પણ જોવા લાગે છે. ફિલ્મ 14 જુલાઇના રોજ રિલીઝ થવાની છે.

મોશન પોસ્ટરમાં બેકગ્રાઉન્ડમાં નવાઝુદીનનો અવાજ સાંભળવા મળી રહ્યો છે જે મા ની વિવિધ સ્વરૂપની વાત કરી રહ્યો છે.

You might also like