‘દેવી’ની જેમ વિદાઇ થઇ ‘શ્રીં’, બોની કપૂર અહીં કરશે અસ્થિયોનું વિસર્જન…

બોલીવુડની સુપરસ્ટાર શ્રીદેવીના અસ્થિયોના વિસર્જન માટે બોનીકપૂર રામેશ્વર પહોંચશે. શુક્રવારે એક વિશેષ વિમાન દ્વારા શ્રીદેવીના અસ્થિયો લઇને પતિ બોની કપૂર ચેન્નાઇ પહોંચ્યા હતા.

એક મળતાં અહેવાલ મુજબ એરપોર્ટ પર હાજર સૂત્રોએ જણાવ્યું હતું કે શ્રીદેવીના અસ્થિયોના વિસર્જન રામેશ્વરમમાં કરશે. બોલીવુડની સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીનું 54 વર્ષની ઉંમરે 24 ફેબ્રુઆરીએ દુબઇની એક હોટલમાં નિધન થયું હતું. તેનું મૃત્યુ હોટલના બાથટબમાં ડૂબવાથી થયું હતું.

ખરેખર બાથરૂમમાં બેલેન્સ ગુમાવી દેતાં શ્રીદેવીનું પાણીના ટબ પડી જવાથી મૃત્યું થયું હતું. ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ ત્યા ડોકટરોએ તેને મૃત જાહેર કરી હતી. બોની કપૂર શ્રીદેવીના અસ્થિના વિસર્જન કરવા રામેશ્વર પહોચ્યાં છે. આજરોજ રામેશ્વરના સમુદ્રમાં આસ્થિયોનું વિસર્જન કરવામાં આવશે. 54 વર્ષની શ્રીદેવીનો જન્મ તમિલનાડુમાં થયો હતો. જેના કારણે શ્રીદેવીના અસ્થિયોનું વિસર્જન રામેશ્વરમાં કરવામાં આવી રહ્યું છે.

You might also like