શ્રીદેવીની અસ્થિ રામેશ્વરમમાં વિસર્જિત, પુત્રીઓ સાથે જોવા મળ્યા બોની કપૂર

બોલીવુડની સુપરસ્ટાર શ્રીદેવીની અસ્થિનું વિસર્જન શનિવારે રામેશ્વરમમાં કરવામાં આવ્યું છે. શુક્રવારે એક વિશેષ વિમાનથી શ્રીદેવીની અસ્થિ લઇને પતિ બોની કપૂર ચેન્નાઇ પહોંચ્યા. શ્રીદેવીના ઇન્સ્ટા ઉેન પેજથી શેર કરવામાં આવેલા ફોટામાં અસ્થિ વિસર્જિત કરતા દરમિયાન બોની કપૂર પોતાની પુત્રીઓ સાથે નજરે પડ્યા. એમના હાથમાં અસ્થિનો કલશ હતો અને સાથે બંને પુત્રીઓ પણ હાજર હતી.


જણાવી દઇએ કે 54 વર્ષની ઉંમરમાં 24 ફેબ્રુઆરીએ દુબઇની એક હોટલમાં શ્રીદેવીનું નિધન થઇ ગયું હતું. એના મૃત્યુનું કારણ હોટલના બાથટબમાં ડૂબી જવાથી થયું છે. હકીકતમાં બાથરૂમમાં બેલેન્સ ગુમાવી દીધા બાદ શ્રીદેવી પાણીથી ભરેલા બાથટબમાં પડી ગઇ હતી. બોદમાં એને હોસ્પિટલ લઇ જવામાં આવી અને ત્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.

શ્રીદેવીના અચાનક થયેલા મોતના કારણે બોલીવુડ સહિત પૂરો દેશ શોખમાં ડૂબી ગયો છે. દુબઇમાં તમામ ઐપચારિક્તાઓને પૂરી કર્યા બાદ 27 ફેબ્રુઆરીએ એમના પાર્થિવ શરીરને મુંબઇ લાવવામાં આવ્યો.

You might also like