શ્રીદેવી હતી દારૂનાં નશામાં, બાથટબમાં પડી જવાંથી નિપજ્યું મોત

24 ફેબ્રુઆરીએ શ્રીદેવીનાં મોતનાં કારણને લઇ આ કેસ હજી સુધી રહસ્યમય જ છે. તેવામાં દુબઇનાં સત્તાધિકારીઓએ ભારતીય દૂતાવાસને શ્રીદેવીનાં મોત સાથે જોડાયેલાં દરેક દસ્તાવેજો સોંપી દીધાં છે. ગલ્ફ ન્યૂઝ આધારે હોટલનાં બાથટબમાં ડૂબવાંથી શ્રીદેવીનું મોત થયું છે.

ગલ્ફ ન્યૂઝનાં રિપોર્ટ્સ અનુસાર શ્રીદેવીનાં શરીરમાં આલ્કોહોલની માત્રા હતી. બાથરૂમમાં તે પોતાનું બેલેન્સ ખોઇ ચૂકી હતી. રિપોર્ટનાં જણાવ્યા અનુસાર શ્રીદેવીનાં મોતનું કારણ એક એક્સીડન્ટ જ છે.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર પોલીસ ઓફિસર મોહસિન અબ્દુલ કવિએ એવું જણાવ્યું છે કે પાર્થિવ શરીર સાથે જોડાયેલ દરેક દસ્તાવેજો ભારતીય ઉચ્ચાયોગને સોંપી દેવામાં આવ્યાં છે.

આ સિવાય ડેથ સર્ટીફિકેટ પણ આપવામાં આવેલ છે. પોસ્ટમોર્ટમની જાણકારીને સંપૂર્ણ રીતે ખાનગી રાખવામાં આવેલ છે. પોલીસનાં જણાવ્યા અનુસાર હવે ભારતીય ઉચ્ચાયોગની પ્રક્રિયા બાદ જ પાર્થિવ શરીર ભારત લાવવામાં આવશે.

શ્રીદેવીનું પાર્થિવ શરીર તેમનાં ઘરે “ભાગ્ય બંગલા”માં લાવવામાં આવશે. સંપૂર્ણ ઘરને સફેદ ફૂલોથી સજાવી દેવામાં આવેલ છે. શ્રીદેવીનાં નિધન બાદ પાકિસ્તાની એક્ટરો પણ ઘણાં ઉદાસ છે.

પાકિસ્તાની એક્ટર અદનાન સિદ્દીકી શ્રીદેવીનાં મોત બાદ બોની કપૂરને મળ્યાં હતાં. તેઓ પણ મોહિત મારવાહનાં લગ્નમાં દુબઇ ગયા હતાં. તેઓએ બોની કપૂરનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે,”શ્રીદેવીનાં ગયા બાદ તેઓ નાનાં બાળકોની જેમ રોઇ રહ્યાં છે.”

You might also like