શ્રીદેવીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન, નામી હસ્તીઓ રહી હાજર

શ્રીદેવીના તમિલ વિધિ પ્રમાણે થયા અંતિમ સંસ્કાર, બોની કપૂરે આપ્યો અગ્નિદાહ

શ્રીદેવીની અંતિમ યાત્રા શરૂ કરી દેવામાં આવી છે. સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબમાં શ્રીદેવીના પાર્થિવ દેહને લોકોના દર્શન માટે ખુલ્લો મૂકાયો હતો. જ્યાંથી હવે તેની અંતિમયાત્રા કાઢવામાં આવી છે. શ્રીદેવીના તમિલ વિધિ પ્રમાણે અતિંમ સંસ્કાર કરવામાં આવ્યાં. શ્રીદેવીની પતિ બોની કપૂરે અગ્નિદાહ આપ્યો. મુંબઇમાં શ્રીદેવીના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યાં. શ્રીદેવીના અંતિમ સંસ્કારમાં બોલિવુડના ખ્યાતનામ કલાકોર ઉપસ્થિત રહ્યાં. શ્રીદેવીના અંતિમ સંસ્કારમાં અનિલ અંબાણી, નીતા અંબાણી હાજર રહ્યાં. શ્રીદેવીના અંતિમ સંસ્કારમાં અમિતાભ બચ્ચન પણ હાજર રહ્યાં હતા તેની સાથે શાહરૂખ ખાન પણ હાજર રહ્યાં હતા. ચાંદનીને ચંદનના લાકડાથી અગ્નિદાહ અપાયો. શ્રીદેવીને વિલે પાર્લે સમાજ સેવા સ્મશાનમાં અંતિમ સંસ્કાર થયા.

શ્રીદેવીના મૃતદેહને ફૂલોથી સજાવવામાં આવેલા ટ્રકમાં લઈ જવામાં આવી રહ્યો છે. ટ્રકમાં બોની કપૂર, ખુશી કપૂર, જાનવી અને અર્જુન કપૂર પણ હાજર છે.


શ્રીદેવીની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં ફેન્સ જોડાયા છે અને તે સાથે સાથે ચાલી રહ્યા છે.


શ્રીદેવીની અંતિમ યાત્રા શરૂ કરાઈ તે પહેલા તેને પરિવારજનોની હાજરીમાં ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું. ગાર્ડ ઑફ ઑનરમાં શ્રીદેવીને સલામીની સાથે સાથે ધ્વજ ઓઢાડવામાં આવ્યો હતો.

 

You might also like