આવતી કાલે મુંબઇ પહોંચશે શ્રીદેવીનું પાર્થિવ શરીર, વીલે પાર્લે સ્મશાનગૃહમાં થશે અંતિમ સંસ્કાર

મુંબઈ: બોલીવુડની જાણીતી અભીનેત્રી શ્રીદેવીનું 54 વર્ષની વયે હાર્ટ અટેકથી નિધન થયું છે. તેમને શનિવારનાં રોજ મોડી રાત્રે દુબઇમાં અંતિમ શ્વાસ લીધાં હતાં. ઉલ્લેખનીય છે કે શ્રીદેવી તેમનાં પતિ બોની કપુર અને દિકરી ખુશી સાથે દુબઈમાં ભાણેજ અને એક્ટર મોહિત મારવાહનાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયાં હતાં.

આ લગ્ન બાદ તમામ પરિવારજનોએ હોટેલમાં રોકાણ કર્યું હતું. ત્યાં રૂમનાં બાથરૂમમાં શ્રીદેવીને હાર્ટ અટેક આવતાં અચાનક જ તેમની તબિયત લથડતાં તેઓ બાથરૂમમાં પડી ગયાં હતાં અને તેઓનું નિધન થયું હતું.

ઉલ્લેખનીય છે કે અચાનક જ શ્રીદેવીનાં નિધનને લઇ સમગ્ર બોલિવુડ જગતમાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઈ છે. નોંધનીય છે કે બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીનો પાર્થિવ દેહ આવતી કાલનાં રોજ સવારે મુંબઈમાં આવશે.

જો કે લેબ રિપોર્ટ ન આવતા કદાચ પ્રક્રિયા પૂર્ણ થવામાં સમય લાગી શકે છે. હાલમાં મુંબઈમાં શ્રીદેવીનાં નિવાસસ્થાને બોલિવૂડનાં કલાકારો પણ ઉમટી પડ્યાં છે. શ્રીદેવીના મૃતદેહ લાવવા માટે પ્રાઈવેટ જેટ મુબઈથી દુબઈ જવા માટે રવાના થઈ ગયું છે.

You might also like