શ્રીદેવી કર્યો હતો સોનમ કપૂરના સોંગ પર ડાન્સ, VIDEO VIRAL

સોશ્યલ મીડિયા પર એક વીડિયો ઘણો વાયરલ થયો છે. સોનમ કપુર તના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે લગ્ન કરવા જઈ રહી છે. લગ્ન અંગેની જાહેરાત કપૂર પરિવારે કરી છે. આ અનિલ કપુરના પરિવારની બીજી પેઢીના પહેલા લગ્ન હશે, લગ્નની તૈયારીઓ વચ્ચે સોશ્યલ મીડિયા પર એક વીડિયો ઘણો વાયરલ થયો છે. જેમા શ્રીદેવી સોનમ કપૂરના સોંગ ‘પ્રેમ
રતન ધન પાયો’ પર ડાન્સ કરી રહી છે. શ્રીદેવીની સાથે શિલ્પા શેટ્ટી પણ ડાન્સ કરતી નજર આવી રહી છે. આ લગ્નના અવસરે સોશ્યલ મીડિયા યુઝર્સ શ્રીદેવીને યાદ કરી રહ્યા છે.

 

Karva Chauth Hangover @officialshilpashetty@sonamakapoor

A post shared by Sridevi Kapoor (@sridevi.kapoor) on

PDT

ઉલ્લેખનીય છે કે આ વીડિયો 2015 ની અનિલ કપુરના ઘરે કરવાચૌથની પાર્ટીના સમયનો છે. આ વીડિયોને શ્રીદેવીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો, જે ફરી એક વખત હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે સોનમ કપુરના લગ્ન મુંબઈમાં થશે. બંને પરિવાર સાથે જણાવ્યુ છે કે ”કપૂર અને આહુજા પરિવારને સોનમ અને આનંદના
લગ્નથી જોડાયેલી ઘોષણા કરવામાં ઘણી ખુશી અનુભવીએ છીએ. આ લગ્ન 8 મે ના રોજ મુંબઈમાં થશે.” નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું કે, ”જો કે આ એક અંગત મામલો છે, અમે તમને પરિવારની અંગતતાની જરૂરિયાત સન્માન કરવા માટે વિનંતી કરીએ છીએ. પોતાના જીવનના આ ખાસ સમયને ઉજવવાની સાથે અમે તમારા આશીર્વાદ અને પ્રેમ માટે તમારા લોકોનો આભાર માનવા માંગીએે છીએ.”

સોનમ કપૂરના બંગલા પર લગ્નની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. 32 વર્ષીય અભિનેત્રી અને દિલ્હીના ફેશન કારોબીરી વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ ચાલી રહ્યા હતા. બંન્નેને ઘણીવાર સાથે પણ જોવામાં આવ્યા છે. પણ તેઓએ તેમના સંબંધો માટે ક્યારેય સત્તાવાર જાહેરાત ક્યારેય કરી નથી.

You might also like