હોટલમાં બે દિવસ પૂરાઈ રહી, છેલ્લે બાથટબમાં પડી હતી શ્રીદેવી, જાણો શું થયું હતું દુબઈની હોટલમાં?

50 વર્ષ સુધી પોતાની અદાઓથી બોલિવૂડમાં રાજ કરતી અભિનેત્રી શ્રીદેવીએ અચાનક જ દુનિયાને અલવિદા કહી દીધું. એક લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે પોતાના પરિવાર સાથે દુબઈ પહોંચેલ શ્રીદેવીનું દુબઈની હોટલમાં જ મૃત્યુ થયું હતું.

શનિવારે રાત્રે 11 વાગ્યે શ્રીદેવીનું હોટલના બાથરૂમમાં મોત થયું હતું. દુબઈના સમાચારપત્રોના જણાવ્યા પ્રમાણે શ્રીદેવીના મોત પહેલા તે પતિ સાથે ડિનર પર જવા માટે તૈયાર થઈ રહી હતી. તો, આવો જાણીએ શનિવારે રાત્રે એ હોટલમાં શું શું થયું હતું.

 • લગ્ન બાદ પરિવારના સભ્યો મુંબઈ પરત ફર્યા હતા, અને બોની કપૂર પણ મુંબઈ પાછા આવતા રહ્યા હતા.
  જેના બાદ શ્રીદેવી બે દિવસ સુધી હોટલમાં એકલી જ રહી હતી.
  શનિવારે બૉની કપૂર શ્રીદેવી માટે એક સરપ્રાઈઝ લઈને પાછા દુબઈ પહોંચ્યા.
  બૉની કપૂર શનિવારે સાંજે લગભગ 5.30 વાગ્યે દુબઈની જુમૈરા અમીરાત ટાવર્સ હોટલમાં પહોંચ્યા, જ્યાં શ્રીદેવી હતી.
  હોટલના રૂમમાં ગયા પછી બૉની કપૂરે શ્રીદેવીને ઉઠાડી.
  બંને વચ્ચે લગભગ 15 મિનિટ સુધી વાતચીત થઈ.
  બાદમાં બૉની કપૂરે શ્રીદેવીને ડિનર માટે રેડી થવા કહ્યું.
  શ્રીદેવી ડિનર માટે રેડી થવા માટે બાથરૂમમાં ગઈ.
  બાથરૂમમાંથી 15 મિનિટ થઈ હોવા છતાં બહાર ન નીકળતા બૉની કપૂરે દરવાજો ખખડાવ્યો.
  બાથરૂમમાંથી કોઈ જવાબ ના મળ્યો તો કપૂરે દરવાજો તોડ્યો
  બૉની અંદર ગયા તો શ્રીદેવી પાણીથી ભરેલા બાથટબમાં બેભાન પડી હતી.
  બૉનીએ શ્રીદેવીને જગાડવાની કોશિશ કરી પણ તે જાગી નહીં.
  બાદમાં બૉનીએ હોટલમાં એક મિત્રને બોલાવ્યા.
  હોટલમાં રાત્રે 9 વાગ્યે પોલીસને જાણ કરવામાં આવી.
  પોલીસ પહોંચી તે પહેલા જ શ્રીદેવીનું મોત થઈ ચૂક્યું હતું.

મોત બાદ શ્રીદેવીની બૉડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જો કે રિપોર્ટ આવ્યો ન હોવાથી રવિવારે સાંજે તેની બૉડીને ભારત લવાઈ ન હતી. રિપોર્ટ આવી ગયા બાદ આજે અંબાણીના પ્રાઈવેટ જેટમાં શ્રીદેવીની બૉડીને દુબઈથી ભારત લવાશે. મુંબઈમાં જ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

You might also like