આજથી શરૂ થશે શ્રી શ્રીનો મેગા શો, પીએમ કરશે ઉદઘાટન

નવી દિલ્હી: શ્રી શ્રી રવિશંકરનો વિવાદિત કાર્યક્રમ આજથી શરૂ થવા જઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 5 વાગે ‘વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલ’નું ઉદઘાટન કરશે.

આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરની મેજબાનીમાં આ મહોત્સવમાં 155 દેશોમાંથી 35 લાખથી વધુ લોકો ભાગ લેશે. જો કે NGT દ્વારા લગાવવામાં આવેલા 5 કરોડ રૂપિયાના દંડને લઇને હજુ સુધી સસ્પેંડ છે. આજે દંડ ભરવાની છેલ્લી તારીખ છે.

યમુના નદીના કિનારે યોજાનારા વિશ્વ સાંસ્કૃતિક કાર્યક્રમની થીમ વસુધૈવ કુટુંકમ રાખવામાં આવી છે. 100 એકર જમીન પર આયોજિત આ કાર્યક્રમ 11 થી 13 માર્ચ એટલે કે ત્રણ દિવસ ચાલશે. આ કાર્યક્રમ આર્ટ ઓફ લિવિંગની 35મી વર્ષગાંઠ પર આયોજિત કરવામાં આવ્યો છે. 7 એકર જમીનમાં ફક્ત સ્ટેજનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં 35 હજાર કલાકર પરફોર્મ કરશે. કાર્યક્રમમાં જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

યમુના કિનારે જે જગ્યા પર કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યો છે તે જમીન ડીડીએની છે. આ દરમિયાન મયૂર વિહાર ફેજ વન મેટ્રો સ્ટેશન, દિલ્હી-નોઇડા લિંક રોડ, ડીએનડી ફ્લાઇઓવર અને સરાયકાલે ખાં બસ સ્ટેશન પર ભીડ જામી શકે છે. તેને જોતાં દિલ્હી ટ્રાફિક પોલીસે ખાસ તૈયારી કરી છે. 10 હજાર ગાડી ઇશ્યૂ કરવામાં આવ્યા છે અને ટ્રાફિકમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જે ગાડીઓ પર સ્ટીકર નહી લાગેલા હોય તેમને પાર્કિંગ તરફ જવા દેવામાં નહી આવે.

You might also like