ટૂંક સમયમાં ઉકેલાશે રામ મંદિર નિર્માણનો મુદ્દોઃ શ્રી શ્રી રવિશંકર

મથુરાઃ ધાર્મિક સંગઠન “આર્ટ ઓફ લિવિંગ”નાં સંસ્થાપક તેમજ આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર મહારાજે કહ્યું કે,”તેઓને સંપૂર્ણ આશા છે કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો મુદ્દો દરેક પક્ષોમાં અંદરોઅંદર સહમતિ બનાવીને તેનો ઉકેલ લાવી દેવામાં આવશે અને મંદિરનું નિર્માણ કરવાનો રસ્તો પણ બિલકુલ સરળ થઇ જશે.

ત્યાં બીજી બાજુ અહીં દિલ્હી-આગરા-રાજમાર્ગ પર કોસીકલાં કસ્બામાં સ્થિત સ્થાનીય આશ્રમ પર દેશી-વિદેશી ભક્તજનોની સાથે હોળીનું પર્વ ઉજવવા પણ તેઓ અહીં આવ્યા હતાં.

રવિશંકર મહારાજે કહ્યું કે તેઓ દેશનાં ખૂણે-ખૂણે જઇને બંને સંબંઘિત સમુદાયોની વચ્ચે સૌહાર્દ સ્થાપિત કરવાનાં પ્રયાસ કરશે. બધું જ સાચી દિશામાં ચાલી રહ્યું છે. લોકો એકબીજાની નજીક આવી રહ્યાં છે. આ એક સારી બાબત છે. તેઓએ જણાવ્યું કે હું બંને પક્ષોની વચ્ચે સમજૂતી થાય તે માટેનાં પ્રયત્નોમાં સતત હું લાગ્યો છું.

અનેક સમજૂતીઓ સાથે પૂરા દેશમાં આ બાબતને લઇને મને સમર્થન મળી રહ્યું છે. દરેક પક્ષો સાથે વાતચીતનો ક્રમ સતત રાખતા આ મામલે વધુ પ્રયાસ પણ શરૂ રહેશે. આશા છે કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો રસ્તો ખૂબ જ જલ્દી ખુલી જશે.

આ પહેલાં પ્રદેશ સરકારમાં સંસ્કૃતિ, ધર્માર્થ કાર્ય, લઘુમતી અને વકફ બાબતોનાં મંત્રી ચૌધરી લક્ષ્મી નારાયણની સાથે તેઓએ અડધો કલાક એકલતામાં મંત્રણા કરી અને મંદિર બનાવવા મામલે દરેક પક્ષોની સહમતિ સધાય અને મંદિરનાં નિર્માણની બાધાઓ દૂર કરવા પર વાતોને કેન્દ્રીત કરી.

You might also like