ન્યૂઝીલેન્ડમાં ‘પાર્ટી’ઓ કરી હારેલી લંકાની ટીમ વિવાદના વમળમાં ફસાઇ

કોલંબો: ન્યૂઝીલેન્ડના નિરાશાજનક પ્રવાસમાં શરાબ પીવો અને મહત્વના મુકાબલાઓ પહેલા રાતભર પાર્ટી કરવાના પોતાના અનુશાસનહીન વ્યવહાર પછી સ્વદેશ પરત ફરેલી શ્રીલંકાની ક્રિકેટ ટીમને હવે કડક તપાસમાંથી પસાર થવું પડશે.

શ્રીલંકાની રમતગમત મંત્રાલયે આની જાણ કરી છે. ખેલમંત્રી દયાશ્રી જયશેખરે કહ્યું કે તેમને નેશનલ ટીમના ખેલાડીઓના ફોટા મળ્યા છે. જેમાં તે યજમાન ટીમ સામેના મહત્વના મુકાબલા પહેલા આખી રાત પાર્ટી કરતા જમાય છે. આ પ્રવાસમાં ન્યૂઝીલેન્ડે સ્રીલંકાને ત્રણે ફોર્મેટમાં સજ્જડ હાર આપી હતી. તેમણે કહ્યું કે ખેલાડીઓએ ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં ખૂબ શરમજનક વ્યવહાર કર્યો હતો. ખેલાડીઓએ મહત્વની મેચો પહેલા સવાર સુધી માત્ર શરાબ પીને પાર્ટી કરી હતી. જેનાથી ટીમના સદસ્યોમાં ખૂબ તનાવભરી સ્થિતિ બની હતી.

શ્રીલંકાની ટીમ ગત આઇસીસી ટ્વેન્ટી-૨૦ વિશ્વકપની ચેમ્પિયન ટીમ છે. પરંતુ આ ફોર્મેટમાં પણ તેને ન્યૂઝીલેન્ડ સામે હાર સ્વીકારવી પડી છે. અને ટીમ વિશ્વ રેન્કિંગમાં ત્રીજા સ્થાને સરકી ગઇ છે. આ ઉપરાંત તેને ટેસ્ટ સીરીઝમાં ૦-૨થી અને વનડે સીરીઝમાં ૧-૩થી હાર જોવી પડી છે.મંત્રીએ કહ્યું કે જ્યારે ટીમ સ્વદેશ પરત ફરી તો મેં ખેલાડીઓ અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ થિલાંગા સુમાથિપાલાને ફોન કર્યો અને આ મામલે પૂરી જાણકારી આપી હતી. મારી મુખ્ય ચિંતા ખેલાડીઓના અનુશાસનને લઇ હતી. કારણ કે જ્યારે અનુશાસન ખરાબ હોય છે ત્યારે ટીમ સ્વાભાવિક જ ખરાબ પ્રદર્શન કરે છે.

You might also like