શ્રીલંકન ખેલાડીઓ પાકિસ્તાનમાં રમવા તૈયાર નથી

લાહોરઃ પાકિસ્તાન સામે ૨૯ ઓક્ટોબરે રમાનારી ત્રીજી અને અંતિમ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ લાહોરમાં રમવા માટે શ્રીલંકાના ખેલાડીઓ તૈયાર નથી એવું એક સ્થાનિક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. આ શહેરમાં વર્ષ ૨૦૦૯માં શ્રીલંકાની ટીમ પર આતંકવાદી હુમલો થયો હતો. વર્તમાન સુરક્ષા વ્યવસ્થાથી પણ શ્રીલંકાના ખેલાડીઓ ડરી રહ્યા છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડના સીઈઓ એશ્લે ડી’સિલ્વાઅે કહ્યું, ”આ સપ્તાહે અમે આઇસીસીના અધિકારીઓ સાથે ચર્ચા કરીને સુરક્ષાના મુદ્દા પર તેમના વિચાર જાણીશું. જો તેઓ સકારાત્મક જવાબ આપશે તો અમે અમારું દળ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવા લાહોર મોકલીશું. ત્યાર બાદ જ અમે અંતિમ નિર્ણય લઈશું.”

You might also like