શ્રીલંકા સામેની ચોથી વન ડે પણ દક્ષિણ આફ્રિકાએ ૪૦ રને જીતી લીધી

કેપટાઉનઃ ફાફ ડુ પ્લેસિસે પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખતાં પોતાની કરિયરનો સર્વોચ્ચ સ્કોર ૧૮૫ રન બનાવ્યો, જેના કારણે દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકા સામે ચોથી વન ડેમાં પાંચ વિકેટે ૩૬૭ રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ ૪૮.૧ ઓવરમાં ૩૨૭ રન બનાવીને ઓલઆઉટ થઈ જતાં યજમાન દ. આફ્રિકાનો ૪૦ રને વિજય થયો હતો. આ સાથે પાંચ વન ડે મેચની શ્રેણીમાં દ. આફ્રિકાએ ૪-૦ની અજેય સરસાઈ પ્રાપ્ત કરી લીધી છે.

ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ દ. આફ્રિકાની પ્રથમ વિકેટ તો ફક્ત ત્રણ રનના સ્કોર પર જ આમલાના રૂપમાં પડી ગઈ હતી, પરંતુ ત્યાર બાદ ડુ પ્લેસિસ, ડિ’કોક, ડિવિલિયર્સ તેમજ બેહાર્ડિનની આક્રમક બેટિંગની મદદથી ૩૬૭ રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં શ્રીલંકાએ પણ સારી એવી લડત આપી હતી. શ્રીલંકા તરફથી થારંગાએ ફક્ત ૯૦ બોલમાં ૧૧ ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી ૧૧૯ રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી, પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહોતો અને આખી ટીમ ૩૨૭ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

દક્ષિણ આફ્રિકાઃ
આમલા કો. ગુણારત્ને બો. કુમારા ૦૧
ડિ’કોક કો. થારંગા બો. પથિરાના ૫૫
ફાફ કો. ગુણારત્ને બો. મદુશન્કા ૧૮૫
ડિવિલિયર્સ બો. પથિરાના ૬૪
ડુમિનિ કો. મેન્ડિસ બો. કુમારા ૨૦
બેહાર્ડિન અણનમ ૩૬
પર્નેલ અણનમ ૦૧
વધારાના ૦૫
કુલ ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૬૭
શ્રીલંકાઃ
દિકવેલા કો. બેહાર્ડિન બો. પ્રીટોરિયસ ૫૮
થારંગા કો. ડુમિની બો. પર્નેલ ૧૧૯
મેન્ડિસ કો. ડિ’કોક બો. પર્નેલ ૨૯
વીરાકોડી કો. પર્નેલ બો. તાહિર ૫૮
ડી’સિલ્વા એલબી બો. રબાડા ૦૫
ગુણારત્ને કો. આમલા બો. રબાડા ૩૮
કુલસેકરા એલબી બો. તાહિર ૦૧
પથિરાના કો. ડિ’કોક બો. પ્રીટોરિયસ ૦૧
મદુશન્કા કો. પ્રીટોરિયસ બો. પર્નેલ ૦૬
કુમારા અણનમ ૦૧
સંદાકાન બો. પર્નેલ ૦૧
વધારાના ૧૦
કુલ ૪૮.૧ ઓવરમાં ઓલઆઉટ ૩૨૭

You might also like