શ્રીલંકા સામે રોમાંચક બનેલી બીજી ટી-૨૦ પણ પાકિસ્તાને બે વિકેટે જીતી લીધી

અબુધાબીઃ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે અબુધાબીમાં રમાયેલી બીજી ટી-૨૦ મેચમાં પાકિસ્તાની બોલર ફહીમ અશરફે હેટ્રિક લઈને ઇતિહાસ રચી દીધો. ટી-૨૦ ક્રિકેટમાં હેટ્રિક ઝડપનારો ફહીમ પ્રથમ પાકિસ્તાની બોલર છે. શ્રીલંકાની ઇનિંગ્સની ૧૯મી ઓવરમાં ફહીમે આ સિદ્ધિ હાંસલ કરી. ગઈ કાલે રમાયેલા રોમાંચક મુકાબલામાં ફહીમે ઉદાના, માહેલા ઉદાવટે અને દસુન શનાકાની વિકેટ સળંગ ત્રણ બોલમાં ઝડપી હતી. ફહીમનાં આ શાનદાર પ્રદર્શનને કારણે શ્રીલંકાની ટીમ નિર્ધારિત ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૨૪ રન જ બનાવી શકી હતી. વિજયી લક્ષ્યાંક પાકિસ્તાને આઠ વિકેટ ગુમાવીને ૧૯.૫ ઓવરમાં પાર કરી લીધું હતું. આમ ત્રણ મેચની શ્રેણીમાં પાકિસ્તાને ૨-૦ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ટી-૨૦માં હેટ્રિક ઝડપનારો પહેલો પાકિસ્તાની બોલર અશરફ ફહીમ વિશ્વમાં છઠ્ઠો એવો બોલર છે, જેણે ટી-૨૦માં હેટ્રિક પોતાના નામે નોંધાવી હોય.
શ્રીલંકાઃ
ગુણાથિલકા કો. ઇમાદ બો. શાદાબ ૫૧
મુનાવીરા રનઆઉટ ૧૯
સમરવિક્રમા રનઆઉટ ૩૨
એસ. પ્રસન્નાકો. નવાઝ બો. હસન ૦૧
થિસારા કો. નવાઝ બો. હસન ૦૩
દાસુન એલબી બો. ફહીમ ૦૧
ઉદાના કો. હસન બો. ફહીમ ૦૬
માહેલા બો. બાબરબો. ફહીમ ૦૦
સચિથ કો. નવાઝ બો. હસન ૦૧
પ્રિયંજન અણનમ ૦૨
વિકુમ અણનમ ૦૪
વધારાના ૦૪
કુલ (૨૦ ઓવરમાં નવ વિકેટે) ૧૨૪
પાકિસ્તાનઃ
શેહઝાદ કો. શનારાક બો. થિસારા ૨૭
ફખર ઝમાન રનઆઉટ ૧૧
બાબર એલબી બો. ઉદાના ૦૧
શોએબ કો. સમરવિક્રમા બો. થિસારા ૦૯
હફીઝ કો. થિસારા બો. સચિથ ૧૪
સરફરાઝ રનઆઉટ ૨૮
ઇમાદ એલબી બો. થિસારા ૦૨
ફહીમ કો. ગુણાથિલકા બો. સંજય ૦૪
શાદાબ ખાન અણનમ ૧૬
હસન અણનમ ૦૩
વધારાના ૧૦
કુલ (૧૯.૫ ઓવરમાં આઠ વિકેટે) ૧૨૫

You might also like