શ્રીલંકાએ પણ સાર્ક સંમેલનમાં હાજરી અંગે અસમર્થતા જાહેર કરી : પાક. ભોંઠુ પડ્યું

કોલંબો : વૈશ્વિક મંચ પર પણ ભારતે પાકિસ્તાનને કુટનીતી દ્વારા પણ હાર આપી દીધી છે. આ વર્ષે નવેમ્બરમાં ઇસ્લામાબાદમાં યોજનારા સાર્ક સંમેલનમાં ભાગ લેવાની ભારતે મનાઇ કરી દીધા બાદ કેટલાક દેશો સાર્ક સંમ્મેલનમાં ભાગ નહી લેવાનો નિર્ણય લીધો છે. આ કડીમાં વધારે એક દેશ જોડાયો છે. શ્રીલંકાએ અધિકારીક રીતે નિવેદન બહાર પાડીને મનાઇ કરી છે.

શ્રીલંકાએ જણાવ્યું કે આવા તણાવપુર્ણ વાતાવરણમાં સંમેલન કરવું યોગ્ય નથી જેથી તે ભાગ લે તે યોગ્ય નથી. કોલંબો ખાતે શ્રીલંકાનાં વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડીને કહ્યું કે સાઉથ એશિયામાં વસનારા લોકોના માટે શાંતિ અને સુરક્ષા આંતરિક સહયોગની મુળ ભાવના છે. સાર્કનાં સંસ્થાપક સભ્ય હોવાનાં કારણે શ્રીલંકા વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા સ્થાપિત કરવાનાં મુદ્દે પ્રતિબદ્ધ છે.

નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે શ્રીલંકામાં શાંતિ અને સુરક્ષા સ્થાપિત કરવા માટે જરૂરી પગલા ઉઠાવવામાં આવશે. જેથી આંતરિક સહયોગની ભાવનાનું વાતાવરણ તૈયાર થઇ શકે. તે ઉપરાંત શ્રીલંકાએ પોતાનાં નિવેદનમાં તેમ પણ જણાવ્યું કે શ્રીલંકા દરેક પ્રકારનાં આતંકવાદની નિંદા કરે છે.

ઉલ્લે્ખનીય છે કે, ભારત, બાંગ્લાદેશ, ભૂટાન અને અફધાનિસ્તાને મનાઇ કર્યાનાં ત્રણ દિવસ બાદ શ્રીલંકાએ પણ સાર્કના વર્તમાન અધ્યક્ષ દેશ નેપાળને પત્ર લખીને સંમ્મેલનમાં ભાગ લેવા અંગે અસમર્થતા વ્યક્ત કરી હતી.

You might also like