શ્રીલંકામાં 10દિવસની ઈમરજન્સી લાગુ, ભારતીય ટીમની સુરક્ષા વધારાઈ

સામાજિક સશક્તિકરણ મંત્રી એસબી દિશાનાયકે જણાવ્યું હતું કે, શ્રીલંકાના કેટલાક ભાગોમાં સાંપ્રદાયિક હિંસા ભડક્યા બાદ રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના અને તેમના મંત્રીમંડળે મંગળવારે 10 દિવસની કટોકટીની જાહેરાત કરી હતી.

શ્રીલંકાના કેન્ડી જિલ્લામાં બૌદ્ધ સમુદાય અને લઘુમતી મુસલમાનો વચ્ચે ભડકેલ હિંસા બાદ દેશમાં મંગળવારે 10 દિવસની ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે. આ હિંસાના 2ના મોત થયા છે. સોમવારે હિંસા ભડક્યા બાદ પોલીસે થેલદેનિયા વિસ્તારમાં કરફ્યૂ લાદી દીધો છે.

બીજી તરફ ઈન્ડિયન ક્રિકેટ ટીમ શ્રીલંકા રમવા માટે પહોંચી છે. બીસીસીઆઈએ મંગળવારે જણાવ્યું હતું કે, ‘શ્રીલંકામાં ત્રિકોણીય ટી-20 સિ્રીઝ પૂર્વ નક્કી કરાયેલ સમય પ્રમાણે જ રમવામાં આવશે, ભલે દેશમાં કટોકટી લાગુ હોય.’

જો કે બીસીસીઆઈએ એવું પણ જણાવ્યું હતું કે, કોલંબોમાં સ્થિતિ સામાન્ય છે, જ્યાં મેચ રમાવાની છે. શ્રીલંકાની સરકારે ભારતીય ટીમ રોકાઈ છે, તે હોટલની પણ સુરક્ષા વધારી દીધી છે.

You might also like