શ્રીલંકામાં પૂરને કારણે 90ના મોત, 110 લાપતા

શ્રીલંકાઃ શ્રીલંકામાં ભયાનક વરસાદને કારણે પૂરની પરિસ્થિતી સર્જાઇ છે. જેમાં અત્યાર સુધી 90 લોકોના મોત નીપજ્યા હોવાની માહિતી સામે આવી છે. જ્યારે 110 લોકો ગુમ થયા છે. કેટલાક વિસ્તારોમાં 600 મીમીથી પણ વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે કાલુતેરામાં વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે. જ્યારે રતનપુરમાં પૂરની પરિસ્થિતી સર્જાઇ છે. ત્યારે શ્રીલંકાના હાલ બેહાલ છે. વર્ષ 1970 બાદ સૌથી ભયંકર વરસાદ અહીં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ભારે વરસાદને કારણે સાત જિલ્લામાં 20 હજાર લોકોએ સ્થળાંતર કરવું પડ્યું છે. ભારે વરસાદને કારણે સંખ્યાબંધ મકાનો ઘરાશાઇ થઇ ગયા છે. રસ્તાઓ ધોવાઇ જવાને કારણે અનેક ગામ સંપર્ક વિહોણા બની ગયા છે. આ અંગે માહિતી આપતા શ્રીલંકાના નાયબમંત્રી દુનેશ ગનકાનાડાએ કહ્યું છે કે 1970ના દાયકા બાદ દેશમાં આટલી મોટી દુર્ઘટના પ્રથમ વખત બની છે. શ્રીલંકાની એરફોર્સ અને નેવીની ટીમ રાહતકામમાં જોડાઇ ગઇ છે.

http://sambhaavnews.com/

You might also like