‘હવાહવાઈ’નું નિધન, PM, રાષ્ટ્રપતિથી લઈને સમગ્ર બોલિવૂડમાં શોકમાં

બોલિવૂડમાં પોતાની સફળ ઈનિંગ્સ પૂરી કરનાર પ્રખ્યાત અભિનેત્રી શ્રીદેવીનું નિધન થયું છે. શ્રીદેવીના નિધન પર સમગ્ર દેશમાં શોક વ્યાપી ગયો છે અને લોકો તેમના માટે અને પરિવાર માટે સંવેદના પાઠવી રહ્યા છે.

બોલિવૂડ અભિનેતા, ક્રિકેટર, રાજનેતાઓ અને અન્ય જગતની હસ્તિઓએ પણ શ્રીદેવીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રીદેવી એક લગ્નમાં હાજરી આપવા માટે દુબઈ પહોંચી હતી અને ત્યાં જ હાર્ટ એટેક આવતાં તેનું મોત થયું. શ્રીદેવીનું 54 વર્ષની ઉંમરે નિધન થયું છે.

શનિવારે રાત્રે લોકોને શ્રીદેવીના મોતના સમાચાર મળ્યા ત્યાં જ લોકોએ દુઃખ જતાવવાનું ચાલુ કરી દીધું હતું. વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાને ટ્વિટ કર્યું છે કે, ‘પ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવીના આકસ્મિક નિધનથી દુઃખી છું. લાંબા કેરિયરમાં તેમણે અલગ અલગ રોલ કર્યા હતા. હું આ દુઃખની ઘડીમાં તેમના પરિવારની સાથે છું.’

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
‘ફિલ્મ સ્ટારશ્રીદેવીના મોતથી દુખી છું. તેઓ લાખો ફેન્સના હદય તોડી ચાલ્યા ગયા છે. તેમની લમ્હે અને ઈંગ્લિશ વિંગ્લિશ જેવી ફિલ્મો બીજા કલાકારો માટે પ્રેરણારૂપ છે.’

શ્રીદેવીના નિધનના એક કલાક પહેલા જ અમિતાભે કંઈક આ પ્રકારે ટ્વિટ કર્યું હતું કે, ‘ખબર નહીં કેમ, પણ આજે ગભરામણ થઈ રહી છે.’ અમિતાભના ટ્વિટ બાદ શ્રીદેવીના નિધનના સમાચાર પ્રાપ્ત થયા હતા.

કમલ હસન
મેં શ્રીદેવીને એક કિશોરીથી લઈને પ્રતિભાશાળી અભિનેત્રી બનતા જોઈ છે. તે સ્ટારડમની હકદાર હતી. તેમની સાથે વિતાવેલો સમય મને યાદ છે. હવે મને સદમાની લોરી પણ યાદ આવી રહી છે. અમે સદા શ્રીદેવીને મિસ કરીશું.

રજનીકાંત
હું ખૂબ વ્યથિત છું. મેં એક નજીકની મિત્ર અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝે મહાન હસ્તિ ગુમાવી છે. હું શ્રીદેવીના પરિવારજનો માટે દુખદ અનુભવી રહ્યો છું. શ્રીદેવી અમે તમને મિસ કરીશું.

You might also like