પૈસા ન હતા તો મજબૂરીમાં કચરાથી સળગાવી પડી પત્નીની ચિતા

ઇન્દોર: મધ્યપ્રદેશમાં આદિવાસી સમુદાયના એક વ્યક્તિને પત્નીની ચિતા ટાયર, કાગળ, પ્લાસ્ટિક અને ઝાડીઓ વડે સળગાવી પડી. ઇન્દોરથી લગભગ 275 કિલોમીટર દૂર રતનગઢ ગામમાં વસવાટ કરનાર જગદીશ ભીલની પાસે પત્નીના અંતિમ સંસ્કાર કરવા માટે પણ પૈસા ન હતા.

અંગ્રેજી સમાચારપત્ર ‘ટાઇમ્સ ઓફ ઇન્ડીયા’ના અહેવાલ અનુસાર પત્નીના મોત બાદ તે કલાકો સુધી તેના અંતિમ સંસ્કાર માટે કચરો એકઠો કરતો રહ્યો. ઘણા લોકોએ તેને લાશને નદીમાં પ્રવાહિત કરવાની સલાહ પણ આપી.

ટાઇમ્સ ઓફ ઇન્ડીયાના અનુસાર જગદીશ ભીલે જણાવ્યું કે મારા પત્ની નોઝીબાઇનું શુક્રવારે નિધન થયું. અમે અંતિમ સંસ્કાર માટે લાકડા લેવા માટે રતનગઢ ગયા. પરંતુ ગામના સરપંચે કહ્યું કે તે કશું કરી શકે તેમ નથી કારણ કે તેમની પાસે પર્યાપ્ત પૈસા નથી. જેમાં 2500 રૂપિયાનો ખર્ચ છે.

જગદીશે કહ્યું કે ઘણા લોકોની મદદ માંગી પરંતુ વાત બની નહી. ત્યારબાદ જગદીશના પરિવારે અને કેટલાક મિત્રોએ ત્રણ કલાક સુધી કચરો જમા કર્યો. આ પ્રકારે પત્નીના દેહનો અંતિમ સંસ્કાર કર્યો.

You might also like