મુલાયમ-અખિલેશની લડાઇ વચ્ચે સપા અને સાઇકલ થઇ શકે છે ફ્રીઝ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલા ધમાસાણ વચ્ચે ચૂંટણીનું નિશાન સાઇકલ અને સપાનું નામ વિધાનસભાની ચૂંટણીમાં વિસરાઇ શકે છે. ચૂંટણી વિભાગને ચૂંટણી નિશાન સંબંધી ચાલી રહેલા વિવાદને હલ કરતા 4થી 5 મહિનાનો સમય લાગી શકે છે. તેવામાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત ક્યારે પણ થઇ શકે છે. ત્યારે આવી પરિસ્થિતીમાં ચૂંટણી વિભાગ સપાના બંને જૂથો માટે અલગ અલગ ચૂંટણી નિશાન અને નામ અસ્થાઇ રીતે રજૂ કરી શકે છે.

આ પહેલાં ઉત્તરાખંડમાં ક્રાંતિ દળનું નામ અને ચૂંટણી નિશાન પર બંને દળોનો વિવાદ હલ કરવા માટે ચૂંટણી વિભાગે 27 ડિસેમ્બર 2011એ આદેશ આપીને કહ્યું હતું કે પાર્ટીનું નામ અને ચૂંટણીના નિશાન અંગે અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી જપ્તા કરવામાં આવ્યાં છે અને બંને દળને અસ્થાઇ રીતે નામ અને ચૂંટણી નિશાન આપી દેવામાં આવશે.

ચૂંટણી વિભાગ તરફથી મળતી માહિતી મુજબ ઉત્તરાખંડ ક્રાંતિ દળના વિવાદ વખતે પણ વિભાગે આ રીતની પરિસ્થિતીઓનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે પણ ચૂંટણી નજીક હતી. ઉલ્લેખનિય છે કે સપામાં બે ફાટ પડી ગયા બાદ બંને જૂથ ચૂંટણી નિશાન સાઇકલ પર પોતાનો દાવો કરી રહ્યું છે. મુલાયમ સિંહ યાદવે સોમવારે આ નિશાન પર દાવો કર્યો હતો. જ્યારે મુખ્યમંત્રી અખિલેશનું જૂથ આ મામલે આજે ચૂંટણી વિભાગ પાસે જવાનું છે.

પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી એસવાઇ કુરૈશી પ્રમાણે બંને પક્ષો દ્વારા ચૂંટણી નિશાન સાઇકલ પર દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ અંગે નિર્ણય કરવો એટલો સરળ નથી. આ મામલે નિષ્ણાતોની સલાહ લીધા બાદ યોગ્ય નિર્ણય લેવાશે. જેમાં લાંબો સમય લાંગી શકે તેમ છે. ત્યારે ચૂંટણી નજીક આવી રહી હોવાથી આ વિવાદ વચ્ચે બંને પક્ષોઓ અલગ નામ અને અલગ ચૂંટણી ચિન્હ પસંદ કરવા પડી શકે છે.

home

You might also like