કેરી પર કરાતા ઝેરી કેમિકલના છંટકાવથી ગ્રાહકોની ચિંતામાં વધારો

મુંબઈ: આમ તો આ વર્ષે કેરીનો પાક ઓછો ઊતરતાં અને બજારમાં હમણાં સુધી સસ્તી કેરી આવી નથી ત્યારે કેટલાક લોકોને આ વખતનો ઉનાળો કેરીનો સ્વાદ માણ્યા વિના પસાર કરવો પડશે તેવી ચિંતા સતાવી રહી છે ત્યારે બીજી તરફ મુંબઈમાં વાઈરલ થયેલા એક વીડિયોમાં કેરી પર ઝેરી કેમિકલનો છંટકાવ કરવામાં આવી રહેલો બતાવવામાં આવતાં ગ્રાહકોની ચિંતામાં વધારો થયો છે અને જો આ વાત સાચી હોય તો વેપારીઓ સામે પગલાં લેવા માગણી થઈ રહી છે.

મુંબઈમાં આવો વીડિયો વાઈરલ કરનાર વ્યકિતએ એવી માગણી કરી છે કે આ અંગે ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ કરી કેરીના વેપારીઓ પર કડક કાર્યવાહી કરવી જોઈએ, જોકે નવી મુંબઈના કેરીના વેપારીઓએ આવી વાતને નકારી કાઢતાં જણાવ્યું છે કે અમારે ત્યાં કેરી પર જે કેમિકલ છાંટવામાં આવે છે તે કેમિકલ કેલ્શિયમ કાર્બાઈડ નથી અને કાયદાકીય રીતે સરકારે તેને મંજૂરી પણ આપી છે, જ્યારે બીજી તરફ વીડિયો સાથે ફરી રહેલા મેસેજમાં દાવો કરનારી વ્યકિતએ જણાવ્યું છે કે હું ગત ૧૮મીએ કેરી ખરીદવા ગયો હતો ત્યારે એફ વિંગમાં કેરીઓ જમીન પર પડી હતી, જેમાંથી કેરીના વેપારીઓ કેરી પેક કરતા હતા, જેમાં વેપારીઓ સ્પ્રે કરી કાર્બાઈડનો છંટકાવ કરતા હતા.

આ અંગે વેપારીને પૂછતાં તેણે જણાવ્યું કે આ કેમિકલથી કેરી જલદી પાકે છે અને આ રીતે તેઓ ઓછા સમયમાં વધુ નફો રળી શકે છે. આમ, મુંબઈમાં આ રીતે કેરી પર ઝેરી કેમિકલ છાંટવામાં આ‍વી રહ્યું છે તેના

You might also like