જાણો શું કામ સ્ત્રીઓને જીવનસાથી તરીકે દાઢીવાળા પુરુષો વધુ ગમે છે….

અોસ્ટ્રેલિયાના સંશોધકોનું કહેવું છે કે મોટા ભાગની છોકરીઅો ભલે ક્લીનશેવ કરીને ચિકનો ચહેરો ધરાવતા છોકરાને હેન્ડસમ માનતી હોય, પરંતુ જ્યારે જીવનસાથીની પસંદગીની વાત અાવે છે ત્યારે તેમને દાઢી ધરાવતા પુરુષો વધુ ગમે છે. અોસ્ટ્રેલિયાના સંશોધકોનું કહેવું છે કે દાઢી ધરાવતા પુરુષો બધી રીતે સ્ટ્રોંગ હોવાનું સ્ત્રીઅોનું માનવું છે. સ્ત્રીઅોને અલગ-અલગ પ્રકારની દાઢી ધરાવતા પુરુષોની તસવીરો બતાવીને તેમની અેટ્રેક્ટિવનેસનો ગ્રેડ અાપવાનું કહેવામાં અાવ્યું. ક્લીનશેવ રાખનારા પુરુષો અને દાઢીનો હેવી ગ્રોથ ધરાવતા પુરુષો કરતાં જડબાં, ગાલ અને હળવી દાઢી રાખનાર પુરુષો સ્ત્રીઅોને વધુ ગમે છે.

 

 

You might also like