મોડી રાત્રે આલિયાના ઘરે પહોંચ્યો રણબીર કપૂર, સાથે મહેશ ભટ્ટ પણ દેખાયા

અત્યારે બૉલીવુડના સૌથી રોમેન્ટિક કપલ કોઈ હોય તો તે રણબીર અને આલિયા છે. આલીયા રણબીરના સંબંધો વિશે વિવિધ પ્રકારની અટકળો ચાલી રહી છે, જે આ દિવસોમાં બ્રહ્માસ્ત્રનું શૂટિંગ કરી રહ્યા છે. બંનેના અફેરની ચર્ચા વચ્ચે બંને એક બીજાની કમ્પની એન્જોય કરે છે તેવું જાણવા મળ્યું છે. તાજેતરની વાત કરીએ તો રણબીર મોડી રાત્રે આલીયા ભટ્ટના ઘરે દેખાયો હતો.

આ પ્રસંગે આલિયાના પિતા મહેશ ભટ્ટ પણ હાજર હતા. ફોટોગ્રાફરના કૅમેરામાં કૈદ થયેલા ફોટોગ્રાફ્સ જોતા એવું કહી શકાય કે આ ત્રણેય કોઈ સીરિયસ વાતચીત કરી રહ્યા છે.

રણબીર અને આલિયા બ્રહ્માસ્ત્રના સેટ પર મળ્યા હતા, ત્યારથી તેઓની વચ્ચે અફેર છે એવા સમાચાર આવવાના શરૂ થયા. આલિયા ભટ્ટે મીડિયા સાથે રણબીર સાથેના સંબંધ વિશે વાત કરી નથી, પરંતુ રણબીર આ બાબતે થોડો વધારે વાત કરે છે.

તાજેતરની એક મુલાકાત દરમિયાન, જ્યારે રણબીરને તેના સંબંધના સ્ટેટસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “ના, હું સિંગલ નથી, હું ક્યારેય સિંગલ રહી નથી શકતો.”

આ પછી, જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યા છે, ત્યારે રણબીરે મજાકમાં કહ્યું, “હું આ પ્રશ્નનો જવાબ આપવા માટે ‘રાઝી’ નથી.”

તમને જણાવી દઈએ કે રણબીર તેની માતા નીતુ કપૂરના જન્મદિવસની ઉજવણી કરવા માટે ટૂંક સમયમાં પેરિસ જશે. તેવું પરિવાર પહેલાથી જ ત્યાં પહોંચી ગયું છે.

ફિલ્મ બ્રહ્માસ્ત્ર વિશે વાત કરીએ તો ફિલ્મનું નિર્માણ કરણ જોહર કરી રહ્યા છે. અયાન મુખરજી દિગ્દર્શન કરી રહ્યો છે. ફિલ્મ આગામી વર્ષમાં રિસિઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ અભિનય કરી રહ્યા છે.

You might also like