લગ્નની વાતોની વચ્ચે એક્સ બોયફ્રેન્ડ સાથે ગુપચુપ વાતો કરતી દેખાઈ દીપિકા, Viral video

થોડા દિવસ પહેલા, એક્સ-કપલ રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે મનિષ મલ્હોત્રાના મિઝવાનના ફેશન શોમાં ભાગ લીધો હતો. લગભગ 3 વર્ષ પછી, આ બંનેને એકસાથે જોવા મળ્યા હતા.

વર્ષ 2015માં આ બંનેએ ‘તમશા’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. જ્યારે તેમના બ્રેક અપને લગભગ 5 વર્ષ થઈ ગયા છે.

જ્યારે આ બંને રેંપ પર એક સાથે આવ્યા, ત્યારે કોઈ જાદુ છવાઈ ગયો હતો. ચાહકોને હંમેશા રણબીર અને દીપિકાની જોડી ગમી છે. તાજેતરમાં, ‘મિઝવાન’ નો એક વિડિઓ વાયરલ થયો છે. જેમાં આ બંને મીડિયાની સામે જ ગુપચુપ રીતે વાત કરતા હતા.

શબાના આઝમી જ્યારે મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે રણબીર અને દીપિકા તેમની પાછળ ઊભા હતા અને તેઓ ગુપ્ત રીતે વાત કરતા હતા. વિડિઓ જોઈને તે સ્પષ્ટ થઈ શકે છે કે આ બંને હજુ પણ એકબીજા વિશે ચિંતા કરે છે.

રણબીર કપૂરે જણાવ્યું હતું કે, “મેં દીપિકા સાથે ફિલ્મ બનાવી છે. ટીવી પર તેની સાથે દેખાયો છું પરંતુ ક્યારેય ફેશન શોમાં ભાગ ન લિધો ન હતો. મને લાગે છે કે આ કરવામાં મજા આવશે.’

You might also like