રમતોને પ્રોત્સાહન આપવા માટે ‘ખેલો ઇન્ડિયા’ યોજના

નવી દિલ્હીઃ દેશમાં રમતોને પ્રોત્સાહન આપવા અને નવી પ્રતિભાઓ શોધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં કેન્દ્ર સરકારે કહ્યું કે આ ઉદ્દેશ માટે રાજીવ ગાંધી ખેલ યોજના, શહેરી ખેલ યોજના અને પ્રતિભાશોધ યોજનાને મળીને હવે તેના સ્થાન પર ‘ખેલો ઇન્ડિયા’ યોજના રજૂ કરવામાં આવી છે. લોકસભામાં રમતગમત પ્રધાન સર્વાનંદ સોનોવાલ વતી જવાબ આપતાં ગૃહરાજ્ય પ્રધાન કિરણ રિજિજુએ કહ્યું કે આપણા દેશમાં આકાર અે જનસંખ્યાના હિસાબથી ઓલિમ્પિક અને વિશ્વ રમત સ્પર્ધાઓમાં જેટલા મેડલ મળવા જોઈએ તેટલા મળતા નથી.

તેઓએ વધુમાં જણાવ્યું કે ઓલિમ્પિકની તૈયારીઓ માટે અમે ‘ઓલિમ્પિક પોડિયમ’ કાર્યક્રમ શરૂ કર્યો અને પૂરતાં નાણાંની જોગવાઈ કરી. સાથે જ મેડલ જીતવાની સંભાવનાવાળા ખેલાડીઓને વિદેશમાં ટ્રેનિંગ આપવાની વ્યવસ્થા કરી છે.” રિજિજુએ કહ્યું કે, ”રમતોને પ્રોત્સાહન આપવા અને નવી પ્રતિભાઓ શોધવાની પહેલ કરતાં રાજીવ ગાંધી ખેલ યોજના, શહેરી ખેલ યોજના અને પ્રતિભાશોધ યોજનાને મળીને ‘ખેલો ઇન્ડિયા’ યોજના રજૂ કરવામાં આવી છે.

You might also like