ખેલ સંઘના લેટર પર ખેલાડીઓને રેલવેની ટીકીટ પર નહીં મળે રાહત

નવી દિલ્હી : રેલવે મંત્રલાયે એવા ખેલ સંગઠન અને ફેડરશનના લેટર પર ખેલાડીઓને રેલવેની ટીકીટમાં રાહત આપવાનું બંધ કરવાનું નક્કી કર્યું છે જેના પર ખેલ મંત્રાલયે પ્રતિબંધ અથવા રદ્દ કરી દીધું છે. કોઇપણ રમત સાથે જોડાયેલા ખેલ સંગઠન અથવા ફેડરેશને ખેલાડીઓ માટે જો રેલવેની ટીકીટમાં રાહત જોઇતી હોય તો તેણે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સચિવ અથવા ટીમના એક્ઝિક્યુટીવ ડાયેરકટર પાસેથી લેટર લેવો પડશે.

ખેલ મંત્રાલયે જે ખેલ ફેડરેશનની માન્યતા રદ કરી છે અથવા સસ્પેન્ડ કર્યા છે જેની યાદી રેલવે મંત્રાલયને મોકલી છે તે યાદી આ પ્રમાણે છે….
1 – બાસ્કેટ બોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા
2 – જૂડો ફેડરેશન ઓફ ઇન્ડિયા
3 – તાઇકવાંડો ફેડરેશન ઓફ ઇન્ડિયા
4 – ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિયેશન
5 – ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા
6 – આર્ચરી એસોસિયેશન ઓફ ઇન્ડિયા
7 – જિમ્નાસિ્ટીક ફેડરેશન ઓફ ઇન્ડિયા
8 – ઇન્ડિયન અમેચ્યોર બોક્સિંગ ફેડરેશન

રેલવે મંત્રલાયે જે રદ્દ ખેલ ફેડરેશન અને સંગઠનની જાણકારી રેલવે મંત્રાલયને મોકલી છે તેને રેલવે મંત્રલાયે તાત્કાલીક અસરથી જાહેર કરી દેવામાં આવી છે. રેલવેએ આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયા, જિમ્નેસ્ટીક ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન અમેચ્યોર બોક્સિંગ ફેડરેશન ના ભલામણના આધાર પર રેલવેમાં આપવામાં આવતી રાહત અગાઉથી જ બંધ કરી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે દેશમાં યોજાતા રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની રમતના આયોજનમાં ભાગ લેવા જતા ખેલાડીઓને રેલવે ટિકીટમાં રાહત મળતી હતી. ઓલ ઇન્ડિયા લેવર અને રાજ્ય સ્તરની રમતના આયોજનમાં ભાગ લેવા જઇ રહેલા ખેલાડીઓને સેકેન્ડ કલાસ અને સ્લીપર કલાસના ટીકીટ પર 75 ટકા રાહત અને પ્રથમ શ્રેણીની ટીકીટ પર 50 ટકા રાહત આપવામાં આવતી હતી.

You might also like