સાઇનું મોટુ પગલું, હવે કાશ્મીરી યુવાનો આતંકિયોનાની કઠપુતળી નહીં બને

જમ્મુ કશ્મીરઃ હવે કાશ્મીરના યુવાનો આતંકિયોના હાથની કઠપુતળી નહીં બને, જેના માટે સાઇએ ઉમદા પગલું હાથમાં લીધું છે. સાઇ યુવાનોને રમત તરફ વાળી રહ્યાં છે. જમ્મુ કશ્મીરમાં રમતની ગતિવિધિયોને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. જેથી વધારેને વધારે યુવાનો તેમાં રસ દાખવે. જેના માટે સાઇએ સમગ્ર યોજના બનાવી છે. તેથી જ રમતના ટ્રાયલ જમ્મુમાં કરાવવાનો નિર્ણય લીધો છે.

જમ્મુની ધરતી પર આ ટ્રાયલ 9થી 11 નવેમ્બર થશે. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ત્યાંના એવા યુવાનોને નેશનલ બોક્સિંગ એકેડમીમાં લાવવામાં આવે જે સારૂ પ્રદર્શન કરી શકે. સાઇની દેશમાં એક માત્ર નેશનલ બોક્સિંગ એકેડેમી રોહતકમાં એક મહિના પહેલા જૂનિયર બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયન કેમ્પમાં ટ્રાયલ રાખવામાં આવ્યું હતું. જેમાં જમ્મુ કશ્મીર, હિમાચલ, પંજાબ, ચંદીગઢ અને હરિયાણાના બોક્સરોને બોલાવવામાં આવ્યાં છે.

જોકે જમ્મુ કશ્મીરમાં માત્ર એક જ બોક્કસર પહોંચી શક્યો છે. તે હિસારનો રહેનાર છે. તે ત્યાંથી રમી રહ્યો છે. જમ્મુ કશ્મીરમાં બગડતી પરિસ્થિતિને કારણે યુવાઓ રમતમાં ખૂબ જ ઓછો રસ દાખવે છે. જમ્મુ કશ્મીરમાં યુવાનોને ખોટા માર્ગે લઇ જવામાં આવી રહ્યાં છે. સાથે જ સેનાનો વિરોધ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. જેને કારણે સાઇએ રમતના ટ્રાયલને જમ્મુ કશ્મીરમાં રાખવાનો નિર્ણય કર્યો છે.

 

You might also like