હાજરજવાબી કંગના રાણાવત

કંગનાને ઘણા લોકોને અસહજ લાગે એવી વાતો મોઢા પર કહેવાની આદત પડી ગઇ છે. તેને જે લાગે છે તે સ્પષ્ટપણે કહી દે છે. થોડા દિવસ પહેલાં એક વાર ફરી એણે ઋત્વિક સાથેના તેના વિવાદને છેડ્યો. એક ચેટ શોમાં પુછાયેલા સવાલના જવાબમાં તેણે કોઇ પણ મૂંઝવણ વગર ઋત્વિકનું નામ લઇ લીધું. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે એવો કયો અભિનેતા છે, જેનાં માતા-પિતા જાણીતાં છે, નહીં તો તે ક્યાંય ન હોત તો તેણે ઋત્વિક રોશનનું નામ લઇ લીધું. કંગનાએ ઋત્વિકનું નામ લેતાં એક મિનિટનો પણ વિચાર ન કર્યો. મોઢા પરની કરચલીઓ હટાવવા સૌથી સારી સર્જરીનો પુરસ્કાર કોને આપવો જોઇએ? આ બાબતે તેણે રાખી સાવંતનું નામ લીધું.

પોતાની કરિયર દરમિયાન કંગનાએ ઘણી વાર સાબિત કર્યું છે કે તે હંમેશાં તાત્કાલિક નિવેદનો કરે છે. એક વાર તેણે કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં શરૂઆતમાં લોકોએ મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. ઇન્ડસ્ટ્રીમાં લોકો મારી સાથે એવી રીતે સામે આવતા કે જાણે હું કોઇ વણજોઇતી વસ્તુ હોઉં. આ રીતે પુરસ્કાર મારા જીવનનો ભાગ બની ગયો હતો. મેં ઘણી હિટ ફિલ્મો આપી, પરંતુ ક્યારેય શાહરુખ, આમિર કે સલમાન સાથે કામ ન કર્યું. મેં બીજી હીરોઇનોની નકારાયેલી ફિલ્મો પણ સ્વીકારી અને તે ફિલ્મોથી મારી કરિયર બનાવી. મને મારા પર ગર્વ છે.

home

You might also like