ના હોય, હનીમૂનમાં સંતોષ ના થાય તો પણ તલાક: હાઇકોર્ટ

નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટે એક પરણેલા દંપતિની બાબતે મહિલા દ્વારા હનીમૂન ખરાબ કરવા અને પતિ તથા તેના પરિવાર પર ખોટા આરોપ મૂકીને માનસિક ક્રૂરતા કરવાની બાબતમાં ડિવોર્સનો આધાર જણાવ્યો છે. હાઇકોર્ટે આ બાબતને અપવાદનું ઉપનામ આપતાં કહ્યું કે દંપતિના લગ્ન શરૂઆતથી સારા ચાલતાં ના હોય જે લગ્ન સમય વખતે 30 વર્ષથી વધારે ઉંમરના હતા અને બરોબર પરપક્વ નહતાં.

અદાલતે 12 વર્ષ જૂના લગ્નના બંધનને તોડવાની પરવાનગી આપતાં કહ્યું કે પતિ અને પત્ની કડવી યાદો સાથે આવ્યા છે અને તેમનું હનીમૂન પણ ખરાબ થઇ ગયું હતું. જ્યાં મહિલાએ લગ્ન થવાનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ પતિ અને તેના પરિવાર ઉપર ખોટા આરોપ લગાવીને માનસિક રૂપથી હેરાન કરવાનું શરૂ કરૂ દીધું હતું.

જસ્ટિસ પ્રદીપ નંદરાજોગ અને જસ્ટિસ પ્રતિભા રાનીની પીઠે પોતાના નિર્ણયમાં આ ટિપ્પણીઓ કરી. મહિલા સાથે હનીમૂન દરમિયાન પતિ દ્વારા અયોગ્ય વ્યવહાર થતાં તેને છૂટાછેડાની અરજી કરી હતી. જેને પડકારવા તેના પતિએ પણ નીચલી કોર્ટમાં પડકારી છે.

પીઠે પોતાના નિર્ણયમાં કહ્યું, ‘પ્રતિવાદી પતિ એવું સાબિત કરવામાં સફળ રહ્યો કે તેમના હનીમૂન દરમિયાન પત્નીએ ફક્ત લગ્ન માટે વિરોધ નહતો કર્યો પરંતુ પછીથી પતિ અને તેના પરિવારના વિરુદ્ધ શરમ આવી જાય તેવા અને અપમાનજનક આરોપ લગાવ્યા હતા.’ પીઠે કહ્યું કે મહિલાનું આચરણ એવા પ્રકારનું છે કે પુરુષ માટે આ પ્રકારની ક્રૂરતા સહન કરવાનું મુશ્કેલ હતું.

હાઇકોર્ટે આ વાતને સંજ્ઞાનમાં લીધી કે જાન્યુઆરી લવ2004માં લગ્ન થયાં અને મહિલાએ એપ્રિલ 2004માં પોતાનું સાસરું છોડી દીધું અને પછીથીતેને તેના પતિ અને તેના પરિવાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો.

You might also like