પૈસા આપ… પૈસા આપ…યાદ અપાવશે splitwise

યુવાનો પોતાના ગ્રૂપ સાથે ક્યાંક ફરવા જાય ત્યારે ખર્ચનો હિસાબ કરવાનું એમને નથી ફાવતું. હિસાબની કડાકૂટમાં કોઇને પડવું નથી હોતું. ખર્ચ વધુ થયો હોય ત્યારે ‘સોલ્જરી’ કરીને યુવાનો ખર્ચને સરખે ભાગે વહેંચી દે છે. યંગસ્ટર્સને ખર્ચની વહેંચણીમાંથી છુટકારો આપતી splitwise એપ. ઉપલબ્ધ છે.

splitwise એપ્લિકેશન તમારા સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરો અને પછી તમારા ફ્રેન્ડ્સ ગ્રૂપમાં શૅર કરો અને ગ્રૂપ બનાવીને મિત્રોને એડ કરો. આ ઍપ.ની મદદથી મિત્રો વચ્ચે સરખા ભાગે વહેંચણી થાય છે. જો કોઇ મિત્રને રૃપિયા આપવાના બાકી રહી જાય તો સમયાંતરે રિમાઇન્ડર મળે છે.

આજના યંગસ્ટર્સ મોંઘીદાટ હોટલ્સ કે રેસ્ટોરાંમાં જવાનું પસંદ કરે છે. નોકરી કે ધંધો કરતાં હોવાને કારણે રૃપિયાની ગણતરી કરે છે. મોટું ગ્રૂપ હોય ત્યારે નવી અને મોંઘી જગ્યા પર જાય છે. મિત્રો સાથે રૃપિયાની વહેંચણી કરવાનું ભૂલતો નથી. આજની મોંઘવારીમાં બહાર જવામાં કોઇ એકના માથે બોજો પડે તે આજની યુવાપેઢીને પરવડે નહીં. તેથી જ બિલ ચૂકવાઇ જાય કે તરત જ રૃપિયાનું શૅરિંગ કરવા લાગે છે. કોઇ મિત્ર રૃપિયા આપવાનું ભૂલી જાય તો splitwise એપ. ઉપલબ્ધ છે. જે ભૂલનાર મિત્રોને રિમાઇન્ડ કરાવતું રહે છે.

આ એક એવી એપ છે જે યંગસ્ટર્સ સહિત દરેકના ફોનમાં હોય છે. હોટલ કે રેસ્ટોરાંમાં જેટલું પણ બિલ આવે કેે તે એપ દ્વારા કેલ્ક્યુલેશન થઇને દરેક મિત્રોના ફોનમાં રૃપિયાની માહિતી ડિલિવર થઇ જાય છે. રૃપિયાની ચૂકવણી ન થાય ત્યાં સુધી ફોનમાં, ઈ-મેઇલ અથવા નોટિફિકેશન રિમાઇન્ડ આવે છે કે કોણે કેટલા રૃપિયા આપવાના બાકી છે. આ એપ. દ્વારા આગળના બિલનું સેટલમેન્ટ પણ થઇ શકે છે. એટલે કે જો આગળનું બિલ ચૂકવવાનું બાકી હોય તો કરન્ટ બિલમાં સેટલમેન્ટ થઇ જાય છે.

શેરબજારનું કામ કરતાં ગૌતમ શાહ કહે છે, “ઘણા સમયથી મારા ફોનમાં splitwise એપ છે. ફ્રેન્ડ્સ ગ્રૂપ કે બિઝનેસ ગ્રૂપ સાથે રેસ્ટોરાંમાં જવાનું થાય તો હિસાબ કરવાનું સરળ રહે છે. પહેલાં મોબાઇલના કેલક્યુલેટરમાં ડિવાઇડ કરવા પડતાં હતા. કોઇના રૃપિયા બાકી હોય તો માગવામાં શરમ આવતી. હવે જે ફ્રેેન્ડના રૃપિયા બાકી હોય તેને મોબાઇલમાં નોટિફિકેશન કે ઈ-મેઇલથી જણાવાય છે.”

કૉલેજના પહેલા વર્ષમાં ભણતી નિરાલી પટેલ કહે છે કે, “હું નોકરી કરતી નથી. મારો ખર્ચ મને આપવામાં આવતા પોકેટમનીમાંથી કાઢું છું. કૉલેજમાં આવતાની સાથે ફ્રેન્ડ્સ ગ્રૂપ વધતાં જાય છે. હું બધાં ફ્રેન્ડ્સ સાથે ગ્રૂપમાં બહાર જાઉં છું. બધા ફ્રેન્ડ્સના ફોનમાં splitwise એપ છે. બહાર જતી વખતે કોઇ એક ફ્રેન્ડ રૃપિયા આપે, પરંતુ આગળના બિલમાં મારે મારા ફ્રેન્ડ પાસેથી અમુક રૃપિયા લેવાના હતા. આ એપથી મારે આપવામાં આવતા રૃપિયામાં આગળના બિલનું સેટલમેન્ટ થઇને આવ્યું ત્યારે મને યાદ આવ્યું કે મારે રૃપિયા લેવાના છે.”

કૃપા મહેતા

You might also like