કળયુગમાં આજે પણ દર્શન આપે છે ભગવાન રામ…

આમ તો સંસારમાં ભગવાનના ઘણા ઘરો છે, જ્યાં તેમને અલગ અલગ રીતે તેમજ અલગ અલગ નામોથી પુજવામાં આવે છે. તમે હેરાન થઈ રહ્યા હશો, પણ ત્યાના લોકોનું એવુ જ કહેવુ છે.

આ સ્થળ મધ્યપ્રદેશના ઓરછા શહેરમાં સ્થિત છે, અહિ રહેનારા લોકોનો દાવો છે કે સુર્યાઅસ્ત બાદ આ મહેલમાં દરરોજ રાજા રામ આવે છે અને રોકાય છે. કહેવામાં આવે છે કે અહીં પોલીસ દ્વારા દિવસમાં પાંચવાર ગાર્ડ ઓફ ઓનર પણ આપાવામાં આવે છે.

લોકોનું કહેવુ છે કે ભગવાન રામ દરરોજ સવારના સમયે આવે છે અને સૂર્યાસ્ત બાદ જાય છે. આમ તો કોઈએ તેમને આજ સુધી જોયા નથી પરંતુ તેમની હાજરી દરેક લોકોને અનુભવાય છે. તમે હવે વિચારી રહ્યા હશો કે ભગવાન રામ અહીં કેમ આવતા હશે.

તેના પાછળ વાર્તા કહેવામાં આવે છે કે સંવત 1600માં અહીંના શાસક મધુકર શાહ હતા જે કૃષ્ણ ભક્ત હતા અને તેમની રાણી રામ ભક્ત હતી. એકવાર રાજાએ રાણીને કૃષ્ણ ઉપાસના માટે વૃંદાવન આવવા માટે કહ્યુ પણ રાણીને રામની પુજા કરવી હતી. આ વાતથી રાજા દુઃખી થઈ ગયા અને તેમણે કહ્યુ કે જો તમે શ્રીરામના એટલા મોટા ભક્ત હોવ તો તમે ભગવાનને ઓરછામાં વિરાજમાન કરો.

રાણીએ અયોધ્યા જઈને તપસ્યા શરૂ કરી, પરંતુ લાંબા અરસા સુધી તપ કર્યા બાદ પણ રાણીને રામના દર્શન ન થયા. તે નિરાશ થઈને સરયૂ નદીમાં કુદી ગઈ, જળની અંદરજ રાણીને ભગવાન રામના દર્શન થઈ ગયા અને રાણીને બચાવી લીધા. ત્યારબાદ ભગવાન રામ રાણીની સાથે તેમના મહેલમાં વિરાજમાન થવા માટે આવ્યા અને ત્યારથી ભગવાન રામ રોજ મહેલમાં આવે છે.

You might also like