લગ્નમાં આવી રહી છે બાધાઓ તો અજમાવો આ રીત, ઘરે બેઠા આવશે માંગુ…

જ્યારે પણ કોઈ ઘરમાં દીકરીનો જન્મ થાય છે, ત્યારથી જ તેના માતા-પિતા તેના લગ્નના વિષયને લઈ ઘણા ચિંતિત થવા લાગે છે. સમય રહેતા દીકરીના લગ્ન કરવા એ તેમના માટે મોટી આશા બની જતી હોય છે. એવા માં જો દીકરી સુયોગ્ય હોય તો પણ તેના લગ્નમાં બાધાઓ આવી રહી હોયતો સંભવ છે કે તેની કુંડળીમાં કોઈ ગ્રહ દોષ છે. જાણો આ બાધાઓને કેવી રીતે કરશો ઝડપથી દુર.

કુંડળીમાં જો ગુરૂ સારો ન હોય તો વિવાહમાં બાધાઓ આવે છે. તેથી સૌથી પહેલા ગુરૂને મજબૂત કરો, ગૂરૂવારને અનુકુળ કરવા માટે કેળાનું દાન કરો, સર્વોત્તમ થશે. જો ગુરૂના કારણે લગ્ન ન થઈ રહ્યા હોય તો વિદ્યાનું દાન કરો.

જો કોઈ કન્યાના વિવાહ ન થઈ રહ્યા હોય તે પોતાના પાણીમાં એક ચપટી હળદર ભેળવીને રોજ સ્નાન કરે. આ ઉપાયથી વિવાહના યોગ બનવા લાગે છે.

વિવાહ ન થવા પર ત્રણ ગૂરૂવાર સુધી સળંગ સાંજે પાંચ પ્રકારની મીઠાઈ, લીલી ઈલાયચીની જોડી સાથે કેળાના ઝાડ પર જળ ચઢાવવું જોઈએ અને શુદ્ધ ઘી નો દીવો પણ પ્રગટાવવો જોઈએ. તેનાતી ઝડપી લગ્નના યોગ બને છે.

છોકરીના લગ્નમાં મોડુ થવા પર છોકરીને ગુરૂવારના દિવસે કેળાના વૃક્ષનુ પુજન કરવું જોઈએ અને એ દિવસે કેળા ન ખાવા જોઈએ. તેનાથી લગ્નના માર્ગ ઉત્તમ થઈ જાય છે.

You might also like