પાલક પનીર બોલ

સામગ્રી
80 ગ્રામ પાલક
1/4 ટી સ્પૂન લસણ
1 સ્પૂન કોર્ન ફ્લોર
1/8 ટી સ્પૂન મીંઠુ
60 ગ્રામ બ્રેડ ક્રમ્બ્સ
100 ગ્રામ મોઝરેલા ચીઝ
40 ગ્રામ ડુંગળી
1 ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
તળવા માટે તેલ
બનાવવાની રીતઃ મિક્સચરમાં પાલકને ક્રશ કરીને તેની મૂલાયમ પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ આ પેસ્ટને એક બાઉલમાં નિકાળીને લસણ, કોર્ન ફ્લોર, મીંઠુ અને બ્રેડ ક્રમ્બ્સ એડ કરીને બરોબર મિક્સ કરો. એક અલગ બાઉલમાં મોઝરેલા ચીઝ લો અને તેમાં ડુંગળી અને ચિલી ફ્લેક્સ મિક્સ કરો. પનીર મિક્ષણના એક સમાન નાના નાના બોલ બનાવો અને તેને સાઇડમાં રાખી લો. તમારા હાથ પર થોડુ તેલ લગાવીને અને પાલકની પેસ્ટના ગોળ બોલ બનાવો અને તેને બે હથેળી વળે જ ચપટાં કરી દો. પનીરના બોલ પર પાલકનું મિક્ષણ લગાવીને ચારે બાજુથી બંધ કરી દો. આ જ રીતે મિક્ષણમાંથી નાના નાના બોલ બનાવો. હવે એક પેનમાં તેલ ગરમ કરો અને ગોલ્ડન બ્રાઉન કલરના બોલ તળો. ગરમા ગરમ બોલને ચટણી કે સોસ સાથે સર્વ કરો.

http://sambhaavnews.com/

You might also like