બિલ્ડિંગો વચ્ચે છલાંગ મારતો સ્પાઈડરમેન

આ તસવીરો જોતાં તે બોલિવૂડની કોઈ ફિલ્મનો સ્ટન્ટ હોય એવું લાગે, પરંતુ આ રિયલ સ્પાઈડરમેનની તસવીરો છે. હોંગકોંગમાં રહેતાે મેક્સ કેવ નામનાે બ્રિટિશ યુવક પાર્કૂર તરીકે ઓળખાતા જિમ્નેસ્ટિક સ્ટન્ટમાં માહેર છે. બ્રિટનમાં આ કળાના નિષ્ણાતોનું સ્ટ્રોરર નામનું ગ્રૂપ છે અને મેક્સ એનો મેમ્બર છે. પાર્કૂર એ અત્યંત કઠિન તાલીમ અને ચોક્સાઈ માગી લેતી ટ્રેઈનિંગ છે, તેમા પાળીના કિનારે પહોંચીને જબરદસ્ત છલાંગ લગાવવાની હોય છે અને તે બિલ્ડિંગની પાળીની સહજતાથી લેન્ડ થાય છે.

You might also like