1.5 લાખ કરોડ રૂપિયામાં બોઇંગથી 205 વિમાન ખરીદશે સ્પાઇસજેટ

નવી દિલ્હી: ભારતના ઇતિહાસમાં એવિએશન સેક્ટરમાં સ્પાઇસજેટએ અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર આપીને ધડાકો બોલાવી દીધો છે. શુક્રવારે 1.5 લાખ કરોડ રૂપિયામાં બોઇંગના 205 વિમાન ખરીદવાની જાહેરાત કરી છે. સ્પાઇસ જેટના ચેરમેન અજય સિંહએ કહ્યું બોઇંગ 737 8 મેક્સના 155 વિમાનો અને ડ્રીમલાઇનર અને બી 737 એસના 50 વિમાનોના ઓર્ડર આપવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, ‘અમે જે રીતે વધ્યા છે એવું ઉદાહરણ આજે દુનિયામાં ખૂબ ઓછું જોવા મળ્યું છે. અમને આ પર ગર્વ છે. સ્પાઇસજેટ સતત સાત ક્વાર્ટર સુધી નફામાં રહ્યું જે સમયના પર્સ્પેક્ટિવથી આ સર્વોચ્ચ પ્રદર્શન છે. એની સાથે, અમરે 20 મહિને સુધી સતત ઓછી કેશલેસ અને 90 ટકા રેકોર્ડ લોડ ફેક્ટર મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે.’

સ્પાઇજેટ એ આ ઓર્ડરથી બોઇંગને ભારતમાં બૂસટ મળી ગયું, જે કંપની માટે ખૂબ જ જરૂરી હતું કારણે કે એના હરીફ એરબસને ઇન્ડિગોથી રેકોર્ડ ઓર્ડર મળી ગયો હતો, સાથે એરબસે તાજેતરમાં ગોએર સાથે પણ ડીલ કરી લીધી હતી.

ભારત દુનિયાનું સૌથી ઝડપથી આદળ વધતું એવિએશન માર્કેટ છે. એ કારણથી ગ્રોથની નવી લહેરની શોધ કરી રહેલી વિમાન નિર્માતા કંપનીઓ માટે આ ખૂબ આકર્ષક બજારોમાંથી એખ છે. ભારતમાં હવાઇ યાત્રીઓની મુસાફરી કરનારા દર વર્ષે 20 ટકાથી વધારે સ્પીડથી વધી રહી છે. એનું કારણ હવાઇ ભાડામાં ખામી અને ભારતીયોની આવકમાં વૃદ્ધિ છે.

You might also like