હવાઈ સફરમાં વધારે સમાન લઇ જવો ખર્ચાળ, Spicejetએ એક્સ્ટ્રા બેગેજ પર વધાર્યો ચાર્જ

હવાઇ મુસાફરી દરમિયાન 15 કિલોથી વધારે સમાન લઇ જવાનું હવે ખર્ચાળ સાબિત થઇ શકે છે. દિલ્હી હાઇ કોર્ટથી મળેલી છૂટ બાદ સ્પાઇસ જેટે એક્સ્ટ્રા બેગેજ પર પ્રી-બુકિંગ ચાર્જિસમાં વધારો કર્યો છે. ડોમેસ્ટિક ફ્લાઇટમાં 15 કિલો સુધીનો સામાન લઇ જવા પર કોઇ એકસ્ટ્રા ચાર્જ નહી લાગે, પરંતુ જો તમે 20 કિલો સુધીનો સામાન લઇ જાવો છો તો પહેલાની સરખામણી 500 રૂપિયા વધુ એટલે કે 1,425 રૂપિયા ખર્ચ કરવા પડશે.

તેવી જ રીતે 20-30 કિલો માટે 2,850 રૂપિયા આપવા પડશે, જ્યારે પહેલા 2,000 રૂપિયા ચાર્જ થતુ હતું. 30-40 કિલો, 45-65 કિલો અને 65-95 કિલો માટે અનુક્રમે 4,275 (પહેલા 3,500), 5,700 (પહેલા 4,667) અને 8,555 (પહેલા 8000) રૂપિયા આપવા પડશે. જે મુસાફરો 15 કિલોથી વધારે બેગેજ માટે પ્રી-બુકિંગ નહી કરાવે તો પ્રતિ કિલો 300 રૂપિયાના દરે એરપોર્ટ કાઉન્ટર પર ચાર્જ આપવો પડશે.

દિલ્હી હાઇકોર્ટના નિર્ણય પછી બીજી કંપનીઓ પણ બેગેજ ચાર્જમાં વધારો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, કોર્ટે પ્રાઇવેટ એરલાઇન્સ કંપનીઓમાં 15-20 કિલો સુધીથી વધારે સામાન લઇ જવા પર 100 રૂપિયા પ્રતિ કિલોના દરે ચાર્જ લેવાનું DGCA એ સૂચનાને નકારી દીધી છે.

કોર્ટ દ્વારા 10 જુન, 2016 ના નિર્ણયને રદ્દ કરવામાં આવ્યો છે, જે મુજબ પ્રાઇવેટ એરલાઇન્સ કંપનીઓને અગાઉથી નક્કી કરવામાં આવી છે 200 થી 350 રૂપિયા બદલે 100 રૂપિયા પ્રતિ કિલોના દરથી વધારાનો ચાર્જ લેવાની પરવાનગી આપવામાં આવી હતી.

You might also like