હવે ફ્રીમાં જ કરો હવાઈયાત્રા, લાભ લો spicejetની ‘ફ્લાય ફોર ફ્રી ઑફર’નો

‘ક્રિસમસ’ અને ‘ન્યૂ ઈયર’ના પ્રસંગે સ્પાઈસ જેટ દ્વારા હવે ગ્રાહકોને ફ્રીમાં હવાઈયાત્રા કરવાનો મોકો આપવામાં આવી રહ્યો છે. સ્પાઈસજેટની સ્થાનિક હવાઈયાત્રા પર હવે બુકિંગની સાથે ગ્રાહકોને એક વાઉચર કોડ આપવામાં આવી રહ્યો છે. આ વાઉચર કોડનો ઉપયોગ કરીને ગ્રાહકો સ્પાઈસજેટ સ્ટાઈલ વેબસાઈટ પર ખરીદી કરી શકશે.

ઉલ્લેખનીય છે કે, સ્પાઈસ જેટે ‘ફ્લાય ફોર ફ્રી ઑફર’ ગ્રાહકો માટે ખાસ બનાવી છે, જે 31 માર્ચ 2018 સુધી વેલિડ છે. જેમાં ગ્રાહકોને એક તરફની હવાઈ મુસાફરી ફ્રીમાં કરવા મળી રહી છે.

સસ્તા ભાડાના દરમાં હાલમાં સ્પાઈસ જેટ ફ્લાઈટ સૌથી ઉપર છે. આ કંપનીની ફ્લાઈટ દેશના મોટાભાગના એરપોર્ટ પર ઉપલબ્ધ હોય છે. જેથી તમે ત્યાં બુકિંગ કરાવી શકો છો.

આ ઑફરનો લાભ લેવા માટે તમારે તેની વેબસાઈટ spicejet.com પર જઈને ટિકીટ બુક કરાવવાનું રહેશે. જેના બાદ કન્ફોર્મેશન મેઈલ આવશે. આ મેઈલમાં PNR ડિટેઈલ અને એક વાઉચર કોડ આપવામાં આવશે. વાઉચર કોડ પરની વેલ્યૂ તમારા રજિસ્ટર્ડ આઈડી પર મોકલવામાં આવેલ ટિકીટની કિંમત જેટલી જ હશે. જેના બાદ ગ્રાહકો આ વાઉચરને સાઈટ પર જઈને રિડીમ કરાવી શકે છે. એટલે કે તમે વાઉચરની રકમથી ખરીદી કરી શકો છો.

જાણો તેના માટેના નિયમો અને શરતો
ગ્રાહકોને સ્પાઈસજેટ વાઉચર ત્યારે જ મળશે જ્યારે તેઓ પોતાની ટિકીટનું બુકિંગ www.spicejet.comથી કરાવશે. એક PNR પર માત્ર એક વાઉચર જ વેલિડ ગણાશે. એક વાઉચરની કિંમત એક ટિકીટ જેટલી જ રહેશે. www.spicejet.com પર હોય તેવા તમામ ઉત્પાદનો પર આ વાઉચરનો ઉપયોગ કરી શકાશે. આ વાઉચર 31 માર્ચ, 2018 સુધી વેલિડ ગણાશે.

You might also like