અમદાવાદ એરપોર્ટ પર લેઈટ પડેલી ફ્લાઈટમાં પેસેન્જરોને ગોંધી રખાયા

અમદાવાદ: અમદાવાદથી દિલ્હી જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ કોઈ કારણસર ચાર કલાકથી વધુ લેઈટ પડી હતી. અા ચાર કલાક દરમિયાન સ્પાઈસ જેટ દ્વારા મુસાફરોને ફ્લાઈટમાં ગોંધી રાખવામાં અાવતાં ભારે હંગામો મચી ગયો છે.

અા અંગે પ્રાપ્‍ત વિગતો મુજબ અમદાવાદથી દિલ્હી જતી સ્પાઈસ જેટની એસજી -194 નંબરની ફ્લાઈટ સવારે 6-25 કલાકે ઉપડવાની હતી. જો કે કોઈ કારણસર અા ફ્લાઈટ સવારે કોઈ કારણસર ઉપડી શકી ન હતી. જેના કારણે અા ફ્લાઈટને રન વે પરથી હટાવીને ઈન્ટરનેશનલ ટર્મિનલની પાછળના ભાગે ઊભી રાખી દેવામાં અાવી હતી.

અા ફ્લાઈટ ચાર ચાર કલાક સુધી ઉપડી ન હોવાથી સ્પાઈસ જેટના તંત્ર દ્વારા મુસાફરોને નીચે ઊતરવા દેવામાં અાવ્યા ન હતા. અા ઉપરાંત મુસાફરોને પાણી સહિતની જરૂરી સુવિધાઅો પણ અાપવામાં અાવી ન હતી. જેને કારણે મુસાફરોએ ભારે હંગામો મચાવ્યો હતો.

અા મામલે સ્પાઈસ જેટના અધ‍િકારી સાથે સંપર્ક કરવા માટે લેન્ડલાઇન નંબર ઉપર ફોન કરાયા હતા. પરંતુ તેમનો લેન્ડલાઈન નંબરનો ફોન ઉપાડવામાં અાવ્યો ન હતો. સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હીથી ગમે ત્યારે ફ્લાઈટ ઉપાડવાની સૂચના અાપવામાં અાવે તેના લીધે મુસાફરોને નીચે ઊતરવા દીધા ન હતા. સવારે પોણા અગિયાર વાગ્યા સુધી ફ્લાઈટ ઉપડી ન હતી.

You might also like