રાહુલના SPG ગાર્ડસે માંગ્યુ પાયલોટનું લાયસન્સ, કરાવી ઇંધણની તપાસ

નવી દિલ્હીઃ  દિલ્હીથી વારણસી જઇ રહેલી ઇન્ડિગો ફ્લાઇટમાં રાહુલના SPG ગાઇડ દ્વારા પાયલોટનું લાઇસન્સ માંગવાનો મામલો સામે આવ્યો હતો. આ સાથે જ કોમર્શિયલ ફ્લાઇટના ઇંધણની તપાસ અંગે પણ માંગણી કરી હતી. જેના કારણે ફ્લાઇટ 45 મિનિટ મોડી ઉપડી હતી. આ ઘટના 14 સપ્ટેમ્બરની છે જ્યારે ઇન્ડિગો ફ્લાઇટ 6E 308 8.55 વાગે સવારે દિલ્હીથી ઉડાણ ભરવાની હતી.

લાયસન્સ બતાવવા મામલે શોક્ડ થયેલા પાયલટ ક્રૂ મેમ્બરે જણાવ્યું હતું કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ એસપીજી ગાર્ડના આ રીતના વ્યવહરાથી તેઓ અચંભામાં પડી ગયા હતા.  પાયલોટે એસપીજી ગાર્ડને એરલાઇન કંપની પાસે લાયસન્સ માંગવા જણાવ્યું હતું. પાયલોટને લાગ્યુ હતું કે એસપીજી તેમનું લાયસન્સ ચેક કરવા માટે ઓથોરાઇઝ પર્સન નથી.

ફ્યુલની તપાસ યોગ્ય ઠરતા ફ્લાઇટે ઉડાણ ભરી હતી. વીઆઇપી સાથે લાંબા સમયથી ઉડાણ ભરનાર આ પાયલોટે જણાવ્યું હતું કે આ પહેલાં ક્યારે પણ આ રીતની ડિમાન્ડ કરવામાં આવી ન હતી. વીઆઇપી માટે સ્પેશયલ ફ્લાઇટ માટે ખાસ પાયલોટ હોય છે. જેમાં એર ઇન્ડિયા અને એર ફોર્સ બેસ્ટ પાયલોટ જ રાખે  છે. પરંતુ વીઆઇપી જ્યારે કમર્શિયલ ફ્લાઇટમાં મુસાફરી કરે ત્યારે સિક્યોરીટી પાયલોટનું લાયસન્સ ચેક કરી શકતા નથી. એરલાઇન અધિકારીઓ માટે આ મામલો ચોકાવનારો છે.

You might also like