સ્પેલિંગ બી ચેમ્પિયનશિપઃ અમદાવાદની શ્રીના એશિયામાં નવમા ક્રમે વિજેતા

અમદાવાદઃ શહેરની કેલોરેક્સ અોલિવ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગ્રેડ પાંચમા અભ્યાસ કરતી શ્રીના પટેલ માર્સ ઇન્ટરનેશનલ સ્પેલિંગ બી ચેમ્પિયનશિપમાં સમગ્ર એશિયામાં નવમા ક્રમે વિજેતા થઈ છે. આ ચેમ્પિયનશિપ ત્રણ વિભાગમાં યોજાઈ હતી, જેમાં પ્રથમ રાઉન્ડમાં અમદાવાદ કેટેગરીમાં શ્રીના પટેલ પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી. ત્યારબાદ ગુજરાત કક્ષાની કેટેગરીમાં તે ત્રીજા ક્રમે વિજેતા થઈ હતી, જ્યારે તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય કક્ષાની ચેમ્પિયનશિપમાં શ્રીના સમગ્ર એશિયામાં નવમા ક્રમે વિજેતા થઈ છે.

You might also like