વિધાનસભા ચૂંટણીને લઈને સટ્ટાબજાર સક્રિય, સટ્ટાબજારમાં પણ BJP આગળ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને હંમેશની જેમ સટ્ટાબજાર ફરીથી સક્રિય થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે અમુક મીડિયા અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ભાજપ આગળ જોવા મળી રહી છે.

જો કે સટ્ટાબજારમાં પણ ભાજપ હોટ ફેવરિટ છે. ભાજપ 91 બેઠકો પરથી જીતશે તેવો સટ્ટાબજારમાં દાવો થઈ રહ્યો છે. ભાજપની 91 બેઠકો માટે રૂપિયા 1ની સામે 0.32 પૈસા ભાવ બોલાઇ રહ્યો છે.

જાણો સટ્ટાબજારમાં ભાજપની સીટ માટે શું ભાવ બોલાઈ રહ્યો છેઃ
ભાજપ છે સટ્ટાબજારમાં આગળ
ભાજપની 91 સીટ માટે 1 રૂ. સામે 0.32 પૈસા
ભાજપની 110 સીટ માટે 1 રૂ. સામે 2.15 પૈસા
કોંગ્રેસની 80 સીટ માટે 1 રૂ. સામે 2.15 પૈસા

સર્વે પ્રમાણે જ સટ્ટાબજારમાં ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં રૂપિયા 25 હજાર કરોડનો સટ્ટો રમાય તેવી શક્યતા છે. જો કે સટ્ટાબજારમાં ક્યાંય કોઈ રેડ પડી હોય તેવા સમાચાર પ્રાપ્ત થયા નથી.

You might also like