સરકારે સ્પેક્ટ્રમ ચાર્જ ઘટાડતાં હવે ફોન બિલમાં ઘટાડો થશે

નવી દિલ્હી: સરકારે સ્પેક્ટ્રમ યુસેઝ ચાર્જિસ (એસયુસી) એડ્જેસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (એજીઆર)ના પાંચ ટકાથી ઘટાડીને ત્રણ ટકા કરતાં હવે ગ્રાહકોના ફોન બિલમાં ઘટાડો થશે. સ્પેક્ટ્રમ ચા‌િર્જસ ઘટાડાનેા પગલે ફોન કોલ્સ અને બ્રોડબેન્ડનાે ચાર્જ પણ ઘટશે. આ સાથે કરજદાર મોબાઇલ સર્વિસ ઓપરેટર પણ કરજમાંથી મુક્ત થશે.

આ પગલાના કારણે જુલાઇમાં યોજાનાર મેગા ઓક્શન પૂર્વે વિશ્વાસ વધશે. જુલાઇમાં સરકાર સાત ફ્રીકવન્સીમાં ર૦૦૦ મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમનું ‌ લિલામ  દ્વારા વેચાણ કરશે. આ ઓક્શનમાં આકર્ષક, પરંતુ અત્યંત ખર્ચાળ ૭૦૦ મેગાહર્ટ્ઝ બ્રાન્ડ પ્રથમ વખત વેચાણ માટે મૂકવામાં આવશે.

આ નિર્ણયના પગલે મોબાઇલ કંપનીઓની રૂ.૩ર૦૦ કરોડ જેટલી રકમ છૂટી થશે. ટોચનાં સૂત્રોએ જણાવ્યું હતું કે માર્ચના અંતમાં મળેલ ટેલિકોમ પંચની બેઠકમાં સ્પેક્ટ્રમ યુુુસેઝ ચાર્જમાં ઘટાડો કરવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે ટેલિકોમ પંચે એસયુસીમાં ઘટાડો કરવાની દરખાસ્તને બહાલી આપી છે અને ટેલિકોમ પ્રધાને પણ તેને મંજૂરી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટેલિફોન સેવા દ્વારા મોબાઇલ કંપનીઓ જે એજીઆરની આવક કરે છે તેની ટકાવારી તરીકે વાર્ષિક એસયુસી ચાર્જ વસૂલ કરવામાં આવે છે.

ઓક્શન દ્વારા પ્રાપ્ત સ્પેક્ટ્રમ પર હાલ પાંચ ટકા ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો, પરંતુ હવે આ ચાર્જ ઘટાડીને ત્રણ ટકા કરવામાં આવ્યો છે. ઓપરેટરોએ અવારનવાર એસયુસીમાં ઘટાડાની માગણી કરી હતી, જેને હવે ટ્રાઇએ માન્ય રાખી છે. ટ્રાઇએ અગાઉ બીડબ્લ્યુએ ઓપરેટરો સહિત તમામ પ્રકારના સર્વિસ પ્રોવાઇડર માટે સમાન ત્રણ ટકાના એસયુસીનું સૂચન કર્યું હતું.

You might also like