આઇપીએલનાં દર્શકોને મળશે થર્ડ એમ્પાયર બનવાની તક

મુંબઇ : ઇન્ડિય પ્રીમિયર લીગ (આઇપીએલ)ની નવમી સીઝનમાં આ વખતે ઘણુ નવુ જોવા મળશે. આઇપીએલનાં ચેરમેન રાજીવ શુક્લાએ કહ્યું કે આ વખતે મેદાનમાં હાજર દર્શકોને પણ થર્ડ એમ્પાયરને રેફર કરવામાં આવેલા નિર્ણય અંગે પોતાનું મંતવ્ય રજુ કરવાની તક મળશે. શુક્લાએ કહ્યું કે તેમણે એક પ્લેકાર્ડ આપવામાં આવશે. જેનાં પર આઉટ અથવા નોટ આઉટ લખેલું હશે. કેમેરામાં દર્શકોનો મત્ત દેખાડવામાં આવશે પરંતુ આ મુદ્દે થર્ડ એમ્પાયરનો નિર્ણય અંતિમ રહેશે.

દર્શકોનાં મતથી થર્ડએમ્પાયરનાં નિર્ણય પર કોજ ફરક નહી પડે. તે ટીવી પર રિપ્લે જોઇને જ પોતાનો નિર્ણય કરશે. મુંબઇમાં પત્રકારો સાથે વાતચીત કરતા શુક્લાએ કહ્યું કે નિર્ણયથી દર્શકોની ભાગીદારીમાં વધારો થશે. આઇપીએલની ઓપનિંગ સેરેમનીમાં બોલિવુડ સ્ટાર રણવીરસિંહ, કેટરીના કેફ અને સિંગય હનીસિંગ સહિત મોટા પ્રમાણમાં સ્ટાર હાજર રહેશે અને પર્ફોમ પણ કરશે. આ સેરેમની આઠ એપ્રીલે મુંબઇ ખાતે વર્લીમાં આયોજીત કરવામાં આવશે.

શુક્લાએ જણાવ્યું કે એન્ટી કરપ્શનને મજબુત કરવા માટે બીસીસીઆઇ અધ્યક્ષે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી સાથે મુંબઇ પોલીસની સેવાઓ લેવા અંગે વાતચીત કરી છે. ત્યાર બાદ એન્ટીકરપ્શન યુનિટ, આઇસીસીની એન્ટી કરપ્શન યૂનિટ અને મુંબઇ પોલી સાથે મળીને કામ કરશે. શુકલાને જ્યારે પુછાયું કે શું વધારે પ્રમાણમાં ક્રિકેટ રમાઇ રહી છે તો તેમણે કહ્યું કે આઇપીએલની સાથે જ સીઝન પુરી થઇ જશે. ત્યાર બાદ ટીમને સંપુર્ણ આરામ આપવામાં આવશે.

You might also like