આ ચાનું સેવન કરશે તમારા વજન ઘટાડવામાં મદદ

શિયાળામાં વારંવાર ચા પીવાની ઈચ્છા થતી રહેતી હોય છે તેનું ખાસ કારણ છે કે, તે ઠંડીથી બચાવે છે. સાથે કેટલીક ચા એવી પણ છે જે તમારું વજન પણ ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. જેને તમે સરળતાથી ઘરે પણ બનાવી શકો છો. જો તમે રોજ બે કપ ચા પીશો તો 1થી 2 કિલો વજન એક મહિનામાં ઘટશે તે નક્કી.

ગ્રીન ટીના ઘણા ફાયદાઓ:

ગ્રીન ટીમાં કૈફીન અને ટેન્સિન હોય છે. ગ્રીન ટી વાસ્તવમાં તમારા શરીરના દરેક ભાગને લાભ પહોંચાડે છે. ગ્રીન ટી શરીરમાં પેટની આસપાસના ભાગને ઘટાડે છે. આ ઉપરાંત ગ્રીન ટી માં રહેલા કટેચિંસ શરીરમાં ગરમી પેદા કરે છે જે શરીરમાં ઉત્પન થતી વધુ પડતી કેલરીને ઘટાડે છે. ગ્રીન ટી ખરાબ કલેસ્ટ્રેલને પણ ઘટાડે છે અને સાથે જ હાઇ બ્લડ પ્રેશરને પણ ઓછું કરવામાં મદદ કરે છે.

આદું વાળી ચા:

આમ તો આદું ગરમ હોય છે, જે શિયાળામાં તમારા શરીરને ગરમ રાખે છે. આદુની ચા તમારા  રક્તાપ્રવાહને સામાન્ય કરવામાં મદદરૂપ થાય છે. સાથે તેના ઉપયોગથી પાચનતંત્ર ઘણું સારી રીતે કામ કરે છે. શરીરમાં પ્રતિરોધક ક્ષમતાને પણ વધારે છે અને વજન પણ નિયમંત્રિત રાખે છે.

જીરાની ચા:

આ ચા માં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે. ગરમ પાણીમાં જીરૂ નાંખીને ઉકાળી લો. હવે તેમાં મધ અથવા લીંબુનો રસ નાંખીને પીવો.

તજ અને મધની ચા:

તજની ચા તમારું વજન ઘટાડવામાં મદદ કરે છે. જેના કારણે મેટાબોલિઝ્મ વધે છે જે તમારા ફેટને એકઠી થવા દેતું નથી. જેના માટે સૌથી પહેલા પાણી ઉકાળી લો. જરૂરિયાત મુજબ તજનો પાઉડર નાંખો. જો સ્ટિક હોય તો તેને પાણીમાં ડુબાડી દો. ચા ઠંડી થયા બાદ તેમાં મધ મેળવવીને દિવસમાં ત્રણ વખત આ ચાનું સેવન કરો.

મરીની ચા:

કાળી મરીમાં રહેલા પાઈપેરિન ફેટ બર્ન કરવામાં મદદ કરે છે. મરી અને આદુંને ગરમ પાણીમાં પાંચ મિનિટ સુધી ઉકાળો અને પછી ગાળીને તેમાં મધ અથવા લીંબુનો રસ ઉમેરીને પીવાથી વજન ઘટાડી શકાય છે.

અજમાની ચા:

અજમામાં રાઈબોફ્લેવિન નામનું તત્વ હોય છે જે ફેટ બર્ન કરવામાં મદદ કરે છે. ગરમ પાણીમાં અજમો, વરિયાળી, ઈલાયચી અને આદું નાંખીને પાંચ મિનિટ સુધી ઉકાળ્યા પછી આ ચાની પીઓ. જેમાં રહેલા પોલીફેનોલ્સ કેલોરી બર્ન કરી વજન ઘટાડે છે. ઉકળતા પાણીમાં ચાની ભૂકી, અજમો અને દૂધ નાંખો. જેને પાંચ મિનિટ સુધી ઉકાળ્યા પછી તેણે ગાળી તેણે પી લો,

You might also like