ચંડોળા તળાવ પાસે મોડી રાતે ચાલતા જુગારધામમાં સ્પે‌િશયલ ટીમના દરોડા

અમદાવાદ: શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં આવેલા સિરાજનગરના છાપરામાં મોડી રાતે ચાલતી જુગારની કલબ પર સ્પેશિયલ ટીમે દરોડા પાડી ર૮ જુગારીઓની ધરપકડ કરી છે. એફ ‌િડવિઝનના એસીપી તેમજ રામોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇની બનેલી સ્પેશિયલ ટીમે દરોડા પાડ્યા હતા. દરોડા બાદ ઇસનપુર પોલીસને જાણ થતાં ભારે દોડધામ મચી ગઇ હતી.

શહેરમાં ઠેર ઠેર જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે ત્યારે સેકટર-રના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ ડી. બી. વાઘેલાની સ્પેશિયલ ટીમની રચના કરી છે, જેમાં એફ ડિવિઝનના એસીપી મંજિતા વણઝારા તથા રામોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે. એન. લા‌િઠયાના નેજા હેઠળ ગઇ કાલે મોડી રાતે ચંડોળા તળાવ પાસે ચાલતી જુગારની કલબમાં દરોડા પાડ્યા હતા. રાત્રે ૮ વાગ્યા પછી સિરાજનગરના છાપરામાં આવેલ એક મકાનમાં શેરમહંમદ ઉર્ફે શેરુ દિનમહંમદ મેવાતી તથા નાસીરખાન ઇનાયતખાન પઠાણ (રહે. ફતેહવાડી, સરખેજ) જુગાર રમાડતા હતા.

જેસીપી ડી. બી. વાઘેલાને માહિતી મળી હતી કે મોડી રાતે આ બંને આરોપીઓ જુગારના ખેલીઓને બોલાવીને જુગાર રમાડતા હતા. બાતમીના આધારે કલબમાં સ્પેશિયલ ટીમે મોડી રાતે ઇસનપુર પોલીસને જાણ કર્યા વગર દરોડા પાડ્યા હતા, જેમાં તીનપત્તી, ગંજીફા તથા કોઇનથી જુગાર રમાડતા હતા. દરોડા દરમ્યાન પોલીસને ૮૬ હજાર રોકડા, ર૪ મોબાઇલ ફોન મળી આવ્યા છે. આ મામલે રામોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે. એન. લા‌િઠયાએ જણાવ્યું છે કે કલબમાં ખેલીઓને અલગ અલગ સુવિધા આપવામાં આવતી હતી. જેસીપીના આદેશ બાદ અમે દરોડા પાડ્યા હતા, જેમાં ર૮ જુગારીની ધરપકડ કરાઇ છે.

http://sambhaavnews.com/

You might also like