પંજાબના શમશેરે સિલ્વર મેડલ જીતી ભારતનું ખાતું ખોલ્યું

નવી દિલ્હીઃ પંજાબના રોપર જિલ્લાના શમશેરસિંહે ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં સિલ્વર મેડલ જીતીને ભારતના મેડલનું ખાતું ખોલ્યું છે, જ્યારે હિમાચલ પ્રદેશની જ્યોતિ બાલાએ બ્રોન્ઝ મેડલ જીતીને દિવસનો બીજો મેડલ ભારતની ઝોળીમાં સરકાવી લીધો છે.

૨૪ વર્ષીય શમશેરસિંહ સ્નો શૂજિંગ ૧૦૦ મીટર રેસમાં ૧૯.૮૯ સેકન્ડ સાથે બીજા સ્થાન પર રહ્યો હતો. સ્પર્ધાનો ગોલ્ડ મેડલ કેનેડા અને બ્રોન્ઝ મેડલ મકાઉના ખેલાડીએ જીત્યો હતો. શમશેરના પિતા આર્મીના નિવૃત્ત અધિકારી છે. છોકરીઓની આ સ્પર્ધામાં ધર્મશાલાની જ્યોતિ બાલાએ ૩૨.૩૯ સેકન્ડ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. સ્પર્ધાનો ગોલ્ડ મલેશિયા અને સિલ્વર મેડલ ઉઝબેકિસ્તાનની ખેલાડીએ જીત્યો હતો. આ રમતોત્સવ ૨૪ માર્ચ સુધી ચાલશે. આ રમતોત્સવમાં ભારતના ૮૯ એથ્લીટ ભાગ લઈ રહ્યા છે, જેમાં ૪૮ છોકરા અને ૪૧ છોકરી છે.
http://sambhaavnews.com/

You might also like