મક્કા મસ્જિદના વિસ્ફોટ મામલે અસિમાનંદ સહિત પાંચ આરોપીઓ મુક્ત

નવી દિલ્હી: હૈદરાબાદની ઐતિહાસિક મક્કા મસ્જિદમાં ૨૦૦૭માં જુમ્માની નમાજ વખતે થયેલા વિસ્ફોટમાં ૯ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ૬૮થી વધુ લોકો ઘાયલ થયા હતા. એનઆઈએની વિશેષ અદાલતે આ વિસ્ફોટ મામલે તમામ આરોપીઓને મુક્ત કર્યાં છે. કોર્ટે અસિમાનંદ સહિત પાંચેય આરોપીઓને મુક્ત કર્યાં છે.

૧૧ વર્ષ પહેલાં હૈદરાબાદની મક્કા મસ્જિદમાં થયેલા આ વિસ્ફોટમાં નવ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ૬૮થી વધુ લોકો ઘાયલ થયા હતા. એનઆઈએએ આ મામલાની ચતુર્થ અતિરિક્ત મેટ્રોપોલિટન સત્ર સહ વિશેષ અદાલતે સુનાવણી પૂર્ણ કરી લીધી છે ત્યારે ગત સપ્તાહે આ કેસના ફેંસલાની સુનાવણી સોમવાર સુધી ટાળી દીધી હતી ત્યારે  આ મામલે એનઆઈએની વિશેષ અદાલતે તમામ આરોપીઓને મુક્ત કર્યાં છે.

હૈદરાબાદની મક્કા મસ્જિદમાં ૧૮ મે, ૨૦૦૭ના રોજ જુમ્માની નમાજ દરમિયાન વિસ્ફોટ થયો હતો. સ્થાનિક પોલીસે શરૂઆતની તપાસ કર્યા બાદ આ મામલો સીબીઆઈને સોંપી દીધો હતો. સીબીઆઈએ આરોપનામું દાખલ કર્યા બાદ ૨૦૧૧માં આ મામલો એનઆઈએ પાસે ગયો હતો.

You might also like